આજકાલ બદલાતી જીવનશૈલી અને વધતા પ્રદૂષણ ના કારણે એલર્જી એક સામાન્ય પરંતુ દુખદ સમસ્યા બની ગઈ છે. કોઈને ધૂળથી એલર્જી હોય છે, તો કોઈને પરાગકણો અથવા દવા ખાવાથી તકલીફ થાય છે. કેટલાક લોકોના માટે આંખોમાં પાણી આવવું, લાલાશ, ખંજવાળ જેવી લક્ષણો એલર્જીનો ભાગ હોય છે. તેજ આઈ સેન્ટર માં અમે એલર્જી સંબંધિત આંખોની તકલીફો માટે ખાસ નિદાન અને સારવાર પ્રદાન કરીએ છીએ. આ લેખમાં આપણે એલર્જી શું છે, તેનું કારણ શું હોઈ શકે, અને તેનું યોગ્ય ઉપાય શું છે – તે અંગે વિગતવાર માહિતી મેળવશું
Que : 1 દર વર્ષે હોળી સમયે મારા દીકરાની બન્ને આંખો લાલ થઈ જાય છે. પાણી પડે છે અને આંખોમાં ચળ આવે છે. છેલ્લા પાંચ વર્ષથી એનું એલર્જીનું નિધન થયેલું છે. જેની માટે આંખમાં ટીપાં નાખ્યાં જકરવા પડે છે, ટીપાં બંધ કરે તો ફરી સમસ્યા થાય છે. તો મારે ટીપાં ચાલુ રાખવા જોઈએ કે બંધ કરવા જોઈએ ?
Ans : 1 ઘણા બાળકોને હોળીની આસપાસ શરીરના સ્વભાવ પ્રમાણે એલર્જી થતી હોય છે. એલર્જીમાં આંખ લાલ થાય છે, સોજો આવે છે, લાંબા તાંતણા નીકળે છે, આંખમાંથી પાણી પડે છે, તડકામાં આંખ બંધ થઇ જાય છે અને મુખ્યત્વે ચળ આવે છે. એક વખત મસળવાનું ચાલુ થાય તે પછી સતત રીતે સોજો અને ચળ ચાલુ જ રહે છે જેથી મસળવાનું ટાળવું જ જોઈએ. ઠંડા પાણીનો શેક કરવાથી અને દવા નાંખવાથી આ તકલીફ કંટ્રોલમાં આવે છે. સામાન્યતઃ આના ઈલાજના ભાગરૂપે સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સ વપરાતા હોય છે અથવા તો લુબ્રિકેશનના ડ્રોપ્સ વપરાતા હોય છે. સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સ ડોક્ટરની સૂચના પ્રમાણે જ વા૫૨વા જોઈએ અને લાંબો સમય ચાલુ ન રાખવા જોઈએ. એવા પણ આઈ-ડ્રોપ્સ મળે છે જેનાથી એલર્જી લેવલ ઓછું કરી શકાય અને સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સ વગર પણ આ રોગ મેનેજ થઈ શકે છે. પરંતુ જો તમારી દવામાં સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સ ચાલુ છે તો તમારા ડોકટરને જણાવ્યાં વગર બંધ પણ કરવા જોઈએ નહીં અને ડોક્ટરની સૂચના વગર જાતે જ ગમે ત્યારે ચાલુ પણ કરવા જોઈએ નહીં.
Que : 2 એલર્જીક કન્જકટીવાઈટિસનો ઈલાજ શું છે?
Ans : 2 એલર્જીક કન્જકટીવાઇટિસમાં ઈલાજના ભાગરૂપે કોલ્ડ કમ્પ્રેસિસ અને આઈ ડ્રોપ્સ હોય છે કે જેમાં લુબ્રિકેશન આઈ ડ્રોપ્સ અને એન્ટી - એલર્જીક આઈ ડ્રોપ્સનો સમાવેશ થાય છે. ડોકટરની સૂચના પ્રમાણે ક્યારેક એમાં ટૂંકા ગાળા માટે અમુક ગંભીર કેસમા સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સ વપરાય છે. સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સમાં એલર્જી સાથે સોજો ઓછો ક૨વાનો ઉત્તમ ગુણધર્મ છે. પરંતુ લાંબા સમય સુધી તેનો વપરાશ ચાલુ રાખવાથી ઘણાં લોકોને સાઈડ ઈફેક્ટ થાય છે, જેમકે મોતિયો આવી જવો કે ઝામર થઈ જવું. તેથી સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સનો વપરાશ સાવચેતીપૂર્વક ડોકટરના ઓબઝર્વેશન હેઠળ જ કરવો જોઈએ. એલર્જી એ શરીરનો સ્વભાવ છે જે કોઈ દવાથી દૂર નથી કરી શકાતી પણ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે તકલીફ ઓછી થતી જોવા મળે છે. તેથી આહાર અને એકસરસાઈઝ પર ધ્યાન આપવું જોઈએ. લીલા શાકભાજી, રીચ ન્યુટ્રિશન યુક્ત ફૂડ, યોગ, પ્રાણાયામ, રેગ્યુલર એકસરસાઇઝ, આઉટડોર એકટીવિટીઝ બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધવાથી એલર્જીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આવા બાળકોને ત્રાંસા નંબર આવવાની શક્યતા ઘણી વધારે હોય છે જેને લીધે કેરેટોકોનસ થવાની શક્યતા પણ ખુબ વધી જાય છે. તો આવા બાળકોમાં કીકીનો આકાર ખાસ ચેક કરાવવો જોઈએ, ચશ્માં હોય તો રેગ્યુલર ચશ્માં પહેરવા જોઈએ અને વર્ષમાં ચાર વખત બાળકનું સંપૂર્ણ આઈ ચેકઅપ કરાવવું જોઈએ.
Que : 3 મારા બાળકને ઉનાળામાં આંખ લાલ થાય છે, પાણી પડે છે અને આંખમાં બહુ જ ખંજવાળ આવે છે. દર વર્ષે ડોક્ટર અમને આંખમાં આંજવા આંખના ટીપાં અને મલમ આપે છે. એ નાખે ત્યાં સુધી સારું લાગે છે અને બંધક્કું તો પાછી આંખલાલ થાય છે. કોઈક વાર તો એટલો બધો સોજો આવે છે કે આંખ પણ નથી ખુલી શકતી. તો મારેધ્વા ચાલુ રાખવી જોઈએ કે નહીં?
Ans : 3 ઘણા બધા બાળકોને ઉનાળામાં એલર્જીના લીધે આંખ લાલ થાય છે, પાણી આવતું હોય છે અને આંખો ચોળવાનું મન થતું હોય છે. મીઠી ખંજવાળ એટલી બધી આવતી હોય કે બાળકો સતત આંખો ચોળ્યા કરતાં હોય છે. મોટે ભાગે આ એલર્જીક કંજ્કટિવાઈટિસના લીધે થાય છે. એલર્જી મોટે ભાગે ઉનાળામાં કે ઋતુ બદલાતી હોય ત્યારે છોકરાઓમાં કોમન છે. વાતાવરણની, ધૂળની, તડકાની, હવાની, પોલનની વગેરે ઘણા બધા પરિબળોને લીધે એલર્જી હોઈ શકે છે. બાળક બહાર રમવા જાય અને પાછું આવે ત્યારે આંખો ખંજવાળતું ખંજવાળતું આવતું હોય છે એ સૌથી સામાન્ય સંકેત છે. એન્ટિએલર્જીક ડ્રોપ્સ, કોલ્ડ કમ્પ્રેસન, આંખો ચોળવી નહીં, ઠંડા પાણીનો કે બરફનો શેક કરે અને આંખના ડ્રોપ્સ સામાન્ય રીતે આની સા૨વા૨ તરીકે વપરાતા હોય છે. આઈ ડ્રોપ્સની તાત્કાલિક અસર માટે એન્ટિએલર્જીક ડ્રોપ્સ સાથે સાથે સોફ્ટ સ્ટીરોઈડસ વપરાતા હોય છે. સોફ્ટ સ્ટીરોઈડસ સામાન્ય રીતે 2 થી 3 દિવસ માટે જ વપરાતા હોય છે જ્યારે એન્ટિએલર્જીક ડ્રોપ્સ એક મહિનો નખાતા હોય છે. ઘણા લોકો સારું લાગે એટલે સોફ્ટ સ્ટીરોઈડસ લાંબો સમય સુધી વાપરતા હોય છે જે વા૫૨વા જોઈએ નહીં કારણ કે લાંબા ગાળે એનાથી જામર અને મોતિયો થઈ શકે છે. મોટે ભાગે બાળકોની એલર્જી 18 વર્ષની આસપાસ જતી રહેતી હોય છે પણ જો સ્ટીરોઈડસ લાંબો સમય ચાલુ રાખવામા આવે તો મોતિયા અને જામરની તકલીફ જીંદગીભર ચાલુ રહે છે. એટલે ડોક્ટરની સૂચના પ્રમાણે અને નિરીક્ષણ હેઠળ આંખની એલર્જીની સારવાર થવી જોઈએ. આવા બાળકોમાં ત્રાંસા એટલે કે સિલિન્ડર નંબરનું પ્રમાણ વધારે હોય છે એટલે જો નંબર હોય તો નિયમિત ચશ્માં પણ પહેરવા જોઈએ. અને આનું ચેકઅપ વર્ષમાં ત્રણ વાર થવું જોઈએ.
Que : 4 મને આંખમાં વારંવાર આંજણી જેવું થયા કરે છે. મારે આંખનું ઓપરેશન કરાવવાનું છે. પરંતુ આંખમાં વારંવાર ઇન્ફેકશન થતું હોવાના કારણે ઓપરેશન પાછળ ઠલવાયા કરે છે. તો મારે ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ?
Ans : 4 આંખ બહુ કિંમતી છે. એક વખત ડેમેજ થયા પછી દ્રષ્ટિ પાછી મળતી નથી અને કાયમ માટે અંધત્વ આવે છે. સામાન્ય રીતે બ્લડ સુગર નોર્મલ હોવું જોઈએ, યુરીનમાં ઇન્ફેકશન ના હોવું જોઈએ, આંખના ડોળાની નજીક પોપચામાં કે લેશમાં ક્યાય ઇન્ફેકશન ના હોવું જોઈએ. ઓપરેશન પહેલા એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક દવાનો ઉપયોગ કરીને એરિયાને સ્ટરાઈલ કરવામાં આવે છે. ક્લાસ B પ્રકારના ઓટોક્લેવ મશીનથી સ્ટરાઈલ થયેલા સાધનોથી સર્જરી કરવામાં આવે અને પ્રીઓપરેટિવ અને પેરીઓપરેટિવ સાવચેતીના પગલાં લેવામાં આવે તો આંખમાં ઇન્ફેકશન થતું નથી. પરંતુ જો વારંવાર ઈન્ફેકશન થતું હોય તો પહેલા તેની સારવાર કરાવ્યા બાદ જ આંખનું ઓપરેશન કરાવવું જોઈએ.
Que : 5 મારી પાસે આંખના ટીપાં પડેલાં છે. દર વર્ષે મને હોળી સમયે એલર્જી થાય ત્યારે એ જવા ડોકટર લખી આપે છે. તો શું હું ડોકટરને બતાવ્યા સિવાય એ જ જૂના ટીપાં વાપરી શકું?
Ans : 5 દર વર્ષે ઘણાં લોકોને હોળીની આસપાસ આંખમાં એલર્જી થતી હોય છે. ડોકટરને બતાવ્યા સિવાય આંખની દવા ના વાપરવી જોઈએ. એક્સપાઇરી ડેટ જે બોટલ પર લખેલી હોય છે તે ના ખોલો ત્યાં સુધી માટેની ડેટ સૂચિત કરે છે પણ એક વખત ખોલ્યા પછી કોઈ પણ આંખના ટીપાંને ૩૦ દિવસ પછી ફેંકી દેવાના હોય છે, નહિતર એમાંથી જ ઈન્ફેકશન આંખમાં આવે છે. એટલે જૂના ટીપાં ના વાપરવા જોઈએ.
Que : 6 આજે સવારે હું ઉઠી ત્યારે મારી આંખોમાં સોજો આવેલો હતો, ખૂણે ચીપિયા વળેલા હતા, લાલ હતી અને પાણી પડતું હતું. તો શું મને આંખો આવી હશે?
Ans : 6 ભેજવાળી ચોમાસાની ઋતુમાં આંખ આવવી, એટલે કે કન્ઝક્ટિવાઈટિસ, લોકોની સાદી ભાષામાં અખીયા મિલાકે-રોગ ઘણો કોમન છે. લગભગ ચારથી સાત દિવસમાં મટી જાય છે. ખુબ ચેપી છે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં, એક બાળકથી બીજા બાળકને સ્કૂલમાં ફેલાઈ શકે છે. સ્વચ્છતા રાખવાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય છે.
Que : 7 મને આંખ આવી હોય એવું લાગે છે અને ઝાંખું દેખાય છે. ફાર્મસી સ્ટોરમાંથી લઈને સાદા ટીપા નાખું તો ચાલે?
Ans : 7 સામાન્ય રીતે આંખ આવવી અને ઝાંખું દેખાવું એ જોડાયેલું નથી હોતું. કન્ઝક્ટિવાઈટિસ સાથે ઘણા લોકોમાં કિરૈટાઇટિસ નામનો રોગ થાય છે. જેમાં આંખ આવવાની સાથે કિકી ૫૨ સોજો આવે છે, આ જોખમી છે. વધે તો જોવાનું કાયમ માટે ઝાંખું થઇ શકે છે. ડૉક્ટરની તાત્કાલિક સલાહ લેવી જોઈએ અને ત્યાર બાદ ટીપા અને અન્ય દવાઓને સૂચના પ્રમાણે નાખીને ડૉક્ટરને સમયાંતરે બતાવવું જોઈએ.
Que : 8 આંખ આવ્યા પછી ફાર્મસી સ્ટોરમાંથી મેં એન્ટિબાયોટિક સ્ટીરોઈડ વાળા ડ્રોપ્સ લીધેલા. એ નાખું તો ચાલે?
Ans : 8 બીટા મીથાઝોન, ડેકઝા મીથાઝોન, પ્રેડનીસોલોન, એવી દવાઓ જે સ્ટીરોઈડ ગ્રુપની ગણાય છે, એ ડૉક્ટરના ઓબ્ઝર્વેશન વગર નાખવી જોઈએ નહીં. એનાથી ઘણી વાર ચેપ વધે છે અને અંધાપો ભોગવવો પડે છે તેમજ કાયમ માટે આંખની કિકી પર ડાઘ પડી શકે છે. ડૉક્ટરની સૂચના મુજબ અવશ્ય વાપરી શકાય. સૉફ્ટ સ્ટેરોઈડ્સ પણ અવઈલેબલ છે કે જે કન્ઝક્ટિવાઈટિસમાં વાપરી શકાય.
Que : 9 મને આંખ આવી છે. અને મારે નાનું બાળક છે, શું એને પણ આંખ આવી શકે છે? બાળકને આંખ આવતા કેવી રીતે અટકાવવુ? શું આ ચેપી રોગ છે?
Ans : 9 આંખ આવવું, એટલે કે કંજનકટીવાઈટિસ એ ચેપી રોગ છે. એટલે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે પણ જો સ્વચ્છતા રાખવામાં આવે તો એનો ચેપ ફેલાતો અટકાવી શકાય છે. શરીર લુછવાના ટુવાલ કે રૂમાલનો ઉપયોગ પરિવારમાં એક બીજા સાથે ના કરો. આઈ ડ્રોપ્સ પણ શેર ના કરો. એક કરતા વધારે વ્યક્તિને આંખ આવી હોય તો દરેક વ્યક્તિની આઈ ડ્રોપ પણ અલગ અલગ હોવી જોઈએ. આંખ ને અડક્યા પછી હાથ ને સાબુ થી બે થી ત્રણ મિનિટ બરાબર સાફ કરો અને ફરીથી આંખને ના અડો ત્યાં સુધી બીજી આંખને કે વ્યક્તિને આ ચેપ લાગતો નથી. કાળા ચશ્મા કે ડાર્ક ગોગલ્સ પહેરવાથી આંખને આરામ મળે છે પણ રોગનો ફેલાવો અટકાવી શકાતો નથી.
Que : 10 મારા બાળકને ઉનાળામાં આંખ લાલ થાય છે, પાણી પડે છે અને આંખમાં બહુ જ ખંજવાળ આવે છે. દર વર્ષે ડોક્ટર અમને આંખમાં આંજવા આંખના ટીપાં અને મલમ આપે છે. એ નાખે ત્યાં સુધી સારું લાગે છે અને બંધક્કું તો પાછી આંખલાલ થાય છે. કોઈક વાર તો એટલો બધો સોજો આવે છે કે આંખ પણ નથી ખુલી શકતી. તો મારે ધ્વા ચાલુ રાખવી જોઈએ કે નહીં?
Ans : 10 ઘણા બધા બાળકોને ઉનાળામાં એલર્જીના લીધે આંખ લાલ થાય છે, પાણી આવતું હોય છે અને આંખો ચોળવાનું મન થતું હોય છે. મીઠી ખંજવાળ એટલી બધી આવતી હોય કે બાળકો સતત આંખો ચોળ્યા કરતાં હોય છે. મોટે ભાગે આ એલર્જીક કંજ્કટિવાઈટિસના લીધે થાય છે. એલર્જી મોટે ભાગે ઉનાળામાં કે ઋતુ બદલાતી હોય ત્યારે છોકરાઓમાં કોમન છે. વાતાવરણની, ધૂળની, તડકાની, હવાની, પોલનની વગેરે ઘણા બધા પરિબળોને લીધે એલર્જી હોઈ શકે છે. બાળક બહાર રમવા જાય અને પાછું આવે ત્યારે આંખો ખંજવાળતું ખંજવાળતું આવતું હોય છે એ સૌથી સામાન્ય સંકેત છે. એન્ટિએલર્જીક ડ્રોપ્સ, કોલ્ડ કમ્પ્રેસન, આંખો ચોળવી નહીં, ઠંડા પાણીનો કે બરફનો શેક કરે અને આંખના ડ્રોપ્સ સામાન્ય રીતે આની સા૨વા૨ તરીકે વપરાતા હોય છે. આઈ ડ્રોપ્સની તાત્કાલિક અસર માટે એન્ટિએલર્જીક ડ્રોપ્સ સાથે સાથે સોફ્ટ સ્ટીરોઈડસ વપરાતા હોય છે. સોફ્ટ સ્ટીરોઈડસ સામાન્ય રીતે 2 થી 3 દિવસ માટે જ વપરાતા હોય છે જ્યારે એન્ટિએલર્જીક ડ્રોપ્સ એક મહિનો નખાતા હોય છે. ઘણા લોકો સારું લાગે એટલે સોફ્ટ સ્ટીરોઈડસ લાંબો સમય સુધી વાપરતા હોય છે જે વા૫૨વા જોઈએ નહીં કારણ કે લાંબા ગાળે એનાથી જામર અને મોતિયો થઈ શકે છે. મોટે ભાગે બાળકોની એલર્જી 18 વર્ષની આસપાસ જતી રહેતી હોય છે પણ જો સ્ટીરોઈડસ લાંબો સમય ચાલુ રાખવામા આવે તો મોતિયા અને જામરની તકલીફ જીંદગીભર ચાલુ રહે છે. એટલે ડોક્ટરની સૂચના પ્રમાણે અને નિરીક્ષણ હેઠળ આંખની એલર્જીની સારવાર થવી જોઈએ. આવા બાળકોમાં ત્રાંસા એટલે કે સિલિન્ડર નંબરનું પ્રમાણ વધારે હોય છે એટલે જો નંબર હોય તો નિયમિત ચશ્માં પણ પહેરવા જોઈએ. અને આનું ચેકઅપ વર્ષમાં ત્રણ વાર થવું જોઈએ.
Que : 11 મેં મોતિયાનું ઓપરેશન તાજેતરમાં કરાવ્યું છે, મને આંખ આવી છે. મને કોઈ જોખમ ખરું?
Ans : 11 તાત્કાલિક ડૉક્ટરને બતાવો. પણ સામાન્યતઃ આંખ આવવાના લીધે મોતિયાના ઓપરેશનને કોઈ અગવડ પડતી નથી.
અમારી સેવાઓ અને આંખો ના સ્વાસ્થ્ય ની વધુ માહિતી મેળાવવા તેજ આઇ સેન્ટર નો આજે જ +91 7778057500 પર સંપર્ક કરો