દૃષ્ટિ સંબંધી સમસ્યાઓમાં સૌથી સામાન્ય અને સારવારયોગ્ય સમસ્યા એટલે "મોતિયો" છે. મોટાભાગે વધતી ઉંમર સાથે આંખના લેન્સ ધીમે ધીમે ધૂંધળા થવા લાગે છે, જેને આપણે મોતિયાની શરૂઆત કહી શકીએ. જો સમયસર તેનું નિદાન અને યોગ્ય સારવાર ન થાય, તો દ્રષ્ટિ સંપૂર્ણપણે ખોવાઈ પણ શકે છે. તેજ આઈ સેન્ટર માં આપણાં અનુભવી નેત્રવિશેષજ્ઞો દ્વારા આધુનિક તકનિકી અને વ્યક્તિગત ધ્યાન સાથે મોતિયાની અસરકારક સારવાર આપવામાં આવે છે. ચાલો, આવી મહત્વપૂર્ણ આંખની સમસ્યા વિશે વધુ જાણીએ અને સ્વસ્થ દ્રષ્ટિ માટે સચેત રહીએ.
Que : 1 મને આંખમાં મોતિયો છે તો પણ હજુહું રાહ જોઈ શકું? મારે મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ?
Ans : 1 આંખમાં મોતિયો હોય તો તેનું ઓપરેશન કરાવવું જ પડે તેવું જરૂરી નથી. દરેક વ્યક્તિએ તકલીફ શરૂ થાય ત્યારે આંખનું કમ્પલિટ ચેક-અપ અવશ્ય કરાવવું જોઈએ. ડ્રાઈવિંગ કરતી વખતે સામેથી ગ્લેર આવે, દૂરના ચહેરા ચોખ્ખા ન દેખાય, સમી સાંજે કે વહેલી સવારે જોવામાં વધુ તકલીફ પડે વગેરે મોતિયાના એવા લક્ષણ છે કે જેમાં સમયસર ઓપરેશન કરાવવાથી દ્રષ્ટિની સ્પષ્ટતા અને ધારદારપણું સાચવી શકાય છે. મોર્ડન ટેક્નિક અને ટેક્નોલોજીને લીધે સાયન્સ એ જે પ્રગતિ કરી છે એ પ્રમાણે મોતિયાનાં ઓપરેશનમાં પળભરમાં દાખલ થયા વિના દ્રષ્ટિ પાછી મળે છે. ઈન્જેકશન, પાટો-પટ્ટી, કાળા ચશ્મા એવું કઈ નથી હોતું. રોજિંદા જીવનમાં અગવડ પડતી હોય તો મોતિયાનું ઓપરેશન સમયસર એટલા માટે કરાવવું જોઈએ કે જો મોડા પડીએ તો દ્રષ્ટિની ધાર સચવાતી નથી.
Que : 2 હું મોતિયાનું ઓપરેશન કરાવું તો મારે નજીકના ચશ્મા રહેશેે?
Ans : 2 નવા નેત્રમણી કે જે નજીક અને દૂરમાં ફોકસ કરી શકે છે એ લેન્સનું પ્રત્યારોપણ કરીએ તો ચશ્મા પર આધારિત રહેવું પડતું નથી. હવે વિજ્ઞાનની પ્રગતિને લીધે દરેક આંખના આકારને માપી, કસ્ટમાઈઝડ ઓપરેશન કરીને અનુરૂપ લેન્સ મૂકવામાં આવે છે કે જેથી ઓપરેશન પછી નજીકની અને દૂરની સ્પષ્ટ અને ધારદાર દ્રષ્ટિ તરત જ મેળવી શકાય છે.
Que : 3 મારું મોતિયાનું નિદાન થયેલું છે અને હું રાત્રે વાહન ચલાવતો હોવ છું. તો શું હું મલ્ટીફોકલ લેન્સઈમ્પ્લાન્ટેશન માટે સુટેબલ કેન્ડીડેટ છું? હીં?
Ans : 3 હાલ નવા સંશોધન પ્રમાણે ઓછા રિંગ વાળા એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ વાળા લેન્સ મુકી શકાય છે. નાઈટ ડ્રાઈવીંગમાં હવે પહેલાનાં મલ્ટીફોકલ લેન્સની જેમ કોઈ તકલીફ પડતી નથી. રેગ્યુલર ડ્રાઇવિંગ સહજતાથી થઈ શકે છે.
Que : 4 મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે. અને હું ઝામરના ટીપા દસ વર્ષથી નાખું છું. મને એક આંખે વધારે અને એક આંખે ઓછું ઝામરનું ડેમેજ થયેલું છે. મારી સમસ્યા એ છે કે મોતિયાના ઓપરેશન પછી મને જોઈએ એવું દેખાતું નથી. હવે આનો ઈલાજ શું થઈ શકે?
Ans : 4 આપણી આંખ કેમેરાની જેમ કામ કરે છે. આગળ એક લેન્સ છે જે પાછળ આવેલા પડદા પર ચિત્ર ફોકસ કરે છે. એના સિગ્નલ્સ આંખની નસ વડે મગજ સુધી પહોંચે છે. આ ફોકસ ક૨ના૨ કાચ દુધિયો થાય તેને મોતિયો કહેવાય અને જે નસ વડે સંકેતો આંખથી મગજ સુધી પહોંચે છે તેને ડેમેજ થાય અને તાંતણા મરી જાય એને ઝામર કહેવાય છે. સામાન્ય રીતે મોતિયાનું ઓપરેશન કરી મોતિયો કાઢી અને તેની જગ્યાએ તેવુ જ કામ કરવા માટે ઇન્ટ્રાઓક્યુલર લેન્સનું પ્રત્યારોપણ કરવામાં આવે છે, જેથી ચિત્ર પાછું ફોકસમાં આવી જાય છે. એટલે કે આંખ હવે આંખના પડદા પર સ્પષ્ટ ચિત્ર ફોકસ કરી શકે છે. આંખની નસ ડેમેજ હોય ત્યારે ફોકસ થયેલા ચિત્રના સિગ્નલ્સ મગજ સુધી પહોંચતા નથી. તેથી મોતિયાનું ઓપરેશન સફળ થયા બાદ પણ જોવામાં તકલીફ પડે છે. ઝામર આંખનો એવો છૂપો દુશ્મન છે કે જેમાં કોઈ પણ લક્ષણ વગર ધીમે-ધીમે આંખની નસ મરતી જાય છે. દસ લાખ તાંતણા માંથી ધીમે-ધીમે તાંતણા મરતા જાય છે. શરૂઆતમાં બાજુનું જોવાના તાંતણા મરે છે જેથી બાજુનું જોવાની દ્રષ્ટિ કપાય છે અને એક વખત ઝામરના લીધે થયેલું નુકસાન ક્યારેય રીપેર થઈ શકતું નથી, માત્ર એને સમયસરના નિદાનથી આગળ વધતું અટકાવી શકાય છે. તેથી આપ હવે આ ઝામરના ટીપા અને ઝામરની સારવાર નિયમિત કરાવજો, જેથી વધારે દ્રષ્ટિ બગડે નહીં. ઝામર વારસાગત છે, તેથી આપના કુટુંબીજનોને પણ આની જાણ કરવી જોઈએ અને એમનું પણ આંખનું કમ્પ્લીટ કોમ્પ્રિહેન્સિવ આઇ ચેકઅપ કરાવવું જોઈએ.એ.
Que : 5 મેં આંખનું મોતિયાનું ઓપરેશન કરવાનું પ્લાંનિંગ કર્યું હતું પણ હાલ આંખ આવી છે, તો હવે મારે હમણાં મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ? ક્યારે કરાવવું જોઈએ??
Ans : 5 મોતિયાનું ઓપરેશન એ પ્લાન્ડ સર્જરી છે. જો ઈમર્જન્સી ના હોય તો તે ડીલે કરી શકાય. બેકટેરિયલ અને વાઇરલ કંજનકટીવાઈટિસ એ સામાન્ય રીતે 8 થી 10 દિવસમાં મટી જાય છે. પણ જો આંખની કીકી પર રોગ ફેલાયેલો હોય તો મટવામાં 3 અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે. સંપૂર્ણપણે મટી ગયા પછી મોતિયાની સર્જરીનું પ્લાંનિંગ કરી શકાય.
Que : 6 હાલ ચોમાસુ છે. જૂની વાયકા મુજબ ચોમાસામાં ઓપરેશન કરાવવાથી આંખમાં પાક પડે. શું એ વાત સાચી છે? હું અત્યારે મોતિયાનું ઓપરેશન કરાવી શકુંશે?
Ans : 6 જુના સમયમાં જયારે મોટો ચીરો મુકીને મોતીયાનું ઓપરેશન કરવામાં આવતું હતું, ત્યારે ઠળીયાની જેમ મોતિયો બહાર કાઢી નાખવામાં આવતો હતો અને ઘણા ટાંકા લેવા પડતા હતા. એવા સંજોગોમાં એ સમયે ઋતુ પ્રમાણે મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ એ વાત સહજ હતી, પરંતુ જયારે હાલ એક માંથાના વાળ જેટલા કાણામાંથી મોતિયાનું ઓપરેશન થાય છે, ઓપરેશન માટે ખુલ્લી આંખે અંદર જવાનું હોય છે, ખુલ્લી આંખે બહાર આવવાનું હોય છે, કોઈ પટ્ટી, કાપો, ચીરો કે ટાંકા હોતા નથી, કોઈ સાવચેતીની જરૂર નથી, કોઈ પણ ઋતુમાં મોતિયાનું ઓપરેશન થઇ શકે છે. મોતિયાનું ઓપરેશન કરાવવા માટેનો આધાર આંખમાં મોતિયો કયા સ્ટેજ પર છે અને ઓપરેશનની જરૂર છે કે નહિ તેના ઉપર છે.
Que : 7 મારી ઉંમર 46 વર્ષ છે. મને બંને આંખમાં માઈનસ 12 નંબર છે અને મોતિયો પણ છે. મને સાંજે વાહન ચલાવતી વખતે ગ્લેર આવે છે. આ ઉપરાંત અન્ય કોઈ તકલીફ પડતી નથી. મારે મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ કે નહિ?
Ans : 7 આંખ કેમેરાની જેમ કામ કરે છે. જેની અંદર એક કુદરતી લેન્સ છે કે જે સામેના દ્રશ્યને ચોખ્ખું ફોકસ કરી આપે છે. ઉંમરની સાથે એ કાચ દુધીયો થતો જાય છે, જેને મોતિયો કહેવાય છે. માઇનસ નંબર વાળા લોકોમાં મોતિયો ઘણી વાર વહેલો પણ આવતો હોય છે. વાહન ચલાવતી વખતે ગ્લેર આવવું એ મોતિયાનું સૌથી વધારે સામાન્ય લક્ષણ છે. ગ્લેર આવતુ હોય તો રાત્રે વાહન ચલાવવાનું ટાળો અથવા મોતિયાનું સમયસ૨ ઓપરેશન કરાવો કારણ કે અકસ્માતની શક્યતાઓ ઘણી વધી જાય છે. આમ પણ મોતિયાનું ઓપરેશન સમયસર કરાવવું જોઈએ. અદ્યતન ટેક્નિક અને ટેક્નોલોજીને લીધે મોતિયાના ઓપરેશનમાં કુશળ સર્જન ચમત્કારિક પરિણામ આપી શકે છે. માયોપિક કેટરેક્ટના કિસ્સામાં તો મોતિયાના ઓપરેશન બાદ ચશ્માના નંબર જતા રહેવાથી ચોખ્ખું દેખાય છે. એટલે તમે અને તમારા ડૉક્ટર સાથે મળીને આંખના ઓપરેશન વિષે ચર્ચા કરી શકો પણ સમયસર કરાવવાથી ક્વોલિટી અને નજરનું ધારદારપણું સચવાય છે.
Que : 8 હું ઓપરેશન કરાવું એ જ દિવસે કામે જઈ શકું? હું વાહન ક્યારે ચલાવી શકીશ?
Ans : 8 મોતિયાના ઓપરેશન હવે મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીને લીધે પળભરમાં પતી જાય છે. દાખલ થવાનું હોતું નથી. ખુલ્લી આંખે ઓપરેશનમાં અંદર જવાનું અને ખુલ્લી આંખે બહાર આવવાનું હોય છે. ઓપરેશન બાદ કાળા ચશ્માની પણ જરૂર હોતી નથી. 9 વાગે સવારે ઓપરેશન કરવો તો 11 વાગે તમે પોતાની રૂટિન જિંદગીમાં પાછા જઈ શકો. રસોઈ કરી શકાય, ટી વી જોઈ શકાય, વાહન ચલાવી શકાય, ચાલવા જઈ શકાય, રેગ્યુલર વ્યાયામ અને કસરત કરી શકાય.
Que : 9 મને મોતિયો છે. અને ઓપરેશન કરવાનું નક્કી કર્યું છે, પણ ડૉક્ટરમને એવું કહે છે કે મને ત્રાંસા નંબર છે. અને ટોરીક લેન્સ મુકવો પડશે, જેનાથી ચોખ્ખી દ્રષ્ટિ આવશે. તો મારે શું કરવું જોઈએ? છે?
Ans : 9 એસ્ટિમેટિઝમને લોકો તીરછાં નંબર, ત્રાંસા નંબર કે એક્સિસ વાળા નંબર તરીકે ઓળખે છે. જયારે ગોળને બદલે વ્યક્તિને લંબગોળ દેખાય એવી ચશ્માની ત્રુટિને એસ્ટિમેટિઝમ એટલે કે સિલિન્ડર નંબર કહે છે. 75% જેટલા લોકોમાં અડધાથી વધારે સિલિન્ડર નંબર હોય છે જયારે સિલિન્ડર નંબર પોણો કે એનાથી વધારે હોય ત્યારે નજરને ચોખ્ખી કરવા માટે મોતિયાને કાઢી અને જો સિલિન્ડર નંબરવાળા લેન્સનું પ્રત્યારોપણ કરવામાં આવે તો દ્રષ્ટિ એકદમ ચોખ્ખી અને ધારદાર મળે છે. દ્રષ્ટિ ધારદાર અને ચોખ્ખી મળવામાં લેન્સ ઉપરાંત કેવી પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવ્યું છે, ઓપરેશન દરમ્યાન સી.ડી.ઈ. (ક્યુમુલેટીવે ડિસેમિનેટેડ એનર્જી) કેટલી વપરાઈ છે, કાપો કેવા પ્રકારનો છે, સ્પેસીઅલી રીતે બનેલો છે કે નહી એની ઉપર પણ આધાર રહે છે.
Que : 10 મારે મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે પણ મને ત્રાંસા નંબર પણ છે. મારે એવું ઓપરેશન કરાવવું છે કે જેમાં નજીક અને દૂરના ચશ્માની જરૂર જ ના પડે. તો મારે શું સિલેક્ટ કરવું જોઈએ?
Ans : 10 હાલ ટ્રાઈ ફોકલ લેન્સ, એન્હાન્સડ મોનો ફોકલ લેન્સ, એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ લેન્સ- આ દરેક પ્રકારના લેન્સ હવે ટોરિસીટી સાથે મળે છે, જેથી ત્રાંસા નંબર પણ કરેક્ટ થાય અને દૂરના અને નજીકના નંબર પણ ના રહે. સ્પેશ્યિલાઇઝડ પ્રકારના કસ્ટમાઈઝડ રેફ્રેકટીવ કેટરેક્ટ સર્જરી એ આજના મોડર્ન યુગના વર્કિંગ એજ પોપ્યુલેશન માટે આશીર્વાદરૂપ છે. પળભરમાં ઓપરેશન થઈ જાય, ખુલ્લી આંખે ઓપરેશનમાં જવાનું, ખુલ્લી આંખે બહાર આવવાનું, કાળા ચશ્માં પણ પહેરવાના ના હોય અને એ જ દિવસે રસોઈ કરી શકાય, ટી. વી. જોઈ શકાય અને ચશ્માના નંબર પર પણ આધાર ના રહે
Que : 11 મને મોતિયો છે અને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે. હું વાહન ચલાવું છું તો મારે લેન્સ કેવો મુકાવવો જોઈએ ?
Ans : 11 આંખમાં જે લેન્સ મુકવામાં આવે છે તે સામાન્ય રીતે બે પ્રકારના હોય છે, મોનોફોકલ અને મલ્ટીફોકલ. મોનોફોકલ લેન્સ મુકીયે તો નજીકના ચશ્મા પહેરવા પડે છે. મલ્ટિફોકલ લેન્સથી ચશ્માના નંબર પર આંખનો આધાર રહેતો નથી અને ચશ્મા વગર જ નજર સાફ રહે છે. ટ્રેડિશનલ મલ્ટીફોકલ લેન્સ મલ્ટીપલ રિંગ વાળા હોય છે, જેના લીધે નજર સાફ રહે છે અને ચશ્મા પર આધાર રહેતો નથી પણ વાહન ચલાવતી વખતે સામેથી લાઈટ આવે ત્યારે ગ્લેર આવે છે. નવા પ્રકારના ટ્રાઇફોકલ અને એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ લેન્સમાં ચશ્મા પર આધાર રાખવો પડતો નથી અને ગ્લેરની શક્યતા ઓછી થઇ જાય છે. એટલે એક્ટિવ ઉંમરની વ્યક્તિ માટે આ એક ચમત્કારિક કામ કરે છે અને હાલ નવા આવેલા એન્હાન્સડ મોનોફોકલ લેન્સ પણ આ પ્રકારનું શ્રેષ્ઠ કામ આપી શકે છે. નજર ધારદાર અને સ્પષ્ટ જ રહે છે અને ચશ્મા પર આધાર રહેતો નથી.
Que : 11 મારી ઉંમર 74 વર્ષની છે. મને મોતિયો અને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે પણ તેની સાથે મારા પડદાના મેક્યુલા પર એજરિલેટેડ મેક્યૂલર ડિજનરેશન છે અનેહું મોતિયાના ઓપરેશન પછી પણ એક લાઈન ઓછી વાંચી શકીશ એવું જણાવેલ છે. તો મારે કયા પ્રકારનો લેન્સ મુકાવવો જોઈએ?
Ans : 11 સામાન્ય રીતે દરેક વ્યક્તિ મલ્ટી ફોકલ અને મોનો ફોકલ લેન્સ એમ બંને માટે યોગ્ય હોય છે. આંખના પડદા પર જો ડિજનરેશન હોય તો મલ્ટી ફોકલ લેન્સના ટ્રાઈ ફોકલ પ્રકારના લેન્સ મુકવાના બદલે એન્હાન્સ ડેપ્થવાળા મોનો ફોકલ લેન્સ અથવા તો એક્સટેન્ડેડ ડેપ્થવાળા મલ્ટીફોકલ લેન્સ આપના માટે યોગ્ય ચોઈસ ગણાય.
Que : 12 મને પથ્થરિયો મોતિયો હતો, મેં મોતિયા નું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન પછી મને દૂરનું તો ચોખ્ખું દેખાય છે, પણ ઓપરેશન પહેલા નજીકનું ચોખ્ખું દેખાતું હતું, હવે મને નજીકનું જોવા માટે નજીકના ચશ્મા પહેરવા પડે છે. મારા ઘણા મિત્રોને ઓપરેશનકરાવ્યા પછી નજીકના ચશ્મા નથી પહેરવા પડતા. તો શું મારા ઓપરેશનમાં કોઈ ખામી હશે?
Ans : 12 પથ્થરિયો મોતિયામાં દૂરની દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે. મોટે ભાગે માઇનસ નંબર વધતા જાય છે એટલે નજીકની દ્રષ્ટિ સુધરતી જાય છે એને સેકન્ડ સાઈટ કહે છે. જે લોકોને મોતિયો આવતા પહેલા નજીકના ચશ્મા પહેરવા પડતા હતા એ લોકોને પણ પથ્થરિયો મોતિયો આવ્યા પછી વગર ચશ્મે ચોખ્ખું દેખાય છે. પણ જો આવા લોકોનું મોતિયાનું ઓપરેશન સામાન્ય મોનોફોકલ લેન્સ મૂકી થયું હોય તો એમને એ લેન્સથી દૂરની દ્રષ્ટિ તો મળે છે પણ નજીક માટે બેતાળાના ચશ્મા પહેરવા પડે છે. આવા લોકોમાં જો મલ્ટીફોકલ કે નવા પ્રકારના ટ્રાઈ-ફોકલ, એન્હાન્સડ મોનોફોકલ કે એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસવાળા લેન્સ મુકવામાં આવે તો નજીકનું જોવા માટે ચશ્મા પર આધાર રાખવો પડતો નથી.
Que : 13 : હું ડ્રાઈવ પણ કરું છું અને સોફ્ટવેર એન્જીનીયર છુંએટલેમારેકમ્પ્યુટરપરકામ વધારે કરવાનું હોય છે. મારે મોતિયાનું ઓપરેશન કરવાનું છે. તો મારા માટે કેવા પ્રકારનો લેન્સ ઉત્તમ ગણાય ?
Ans : 13 હાલ આંતરરાષ્ટ્રીય સ્તરની કસ્ટમાઇઝડ કેટરેક્ટ રિફ્રેક્ટિવ સર્જરી વડે કુશળ સર્જન ટેક્નોલોજીના આધારે ચમત્કારિક પરિણામ આપી શકે છે જેમાં આંખની રચના, આંખના અન્ય રોગ અને લાઈફ સ્ટાઇલના આધારે અને સ્પેશિયલ પ્રકારના મેઝરમેન્ટ્સ વડે, દર્દી પ્રમાણે મોતિયાના ઓપરેશન બાદ લેન્સ સિલેક્ટ કરવામાં આવે છે. એન્હાન્સડ મોનોફોકલ કે એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ વાળા લેન્સ મુકવામાં આવે તો રાત્રે વાહન ચલાવતા ગ્લેર નહિવત આવે છે અને કમ્પ્યુટર પર ચશ્મા વગર ચોખ્ખું જોઈ શકાય છે. ઓછામાં ઓછી માત્રામાં ક્યુમુલેટીવ ડિસેમિનેટેડ એનર્જી (સી.ડી.ઈ.) વાપરીને ઉત્તમ કક્ષાના ઓપરેશન દ્વારા સ્પષ્ટ અને ધારદાર દ્રષ્ટિ મળે છે.
Que : 14 મારી ઉંમર 55 વર્ષની છે. મને માઇનસ 18 જેટલા નંબર છે અને પથ્થરિયો મોતિયો છે જેના લીધે નંબર વધતા જાય છે. તો મારે ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ અને કક્યા પ્રકારનો લેન્સ મુકાવવો જોઈએ?
Ans : 14 રૂટિન એક્ટિવિટીમાં અડચણ આવે, ગાડી ચલાવતા ગ્લેર આવે, ચશ્માના નંબર બદલાયા કરે એ એવા લક્ષણો છે કે જયારે મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. ખાસ કરીને માઇનસ નંબ૨વાળા લોકો મોતિયાના ઓપરેશન પછીની સ્પષ્ટ દ્રષ્ટિ વધારે એન્જોય કરે છે કારણ કે ઓપરેશન સાથે એ લોકોને ચશ્માના નંબર જતા રહે છે. માઇનસ નંબરવાળા લોકોમાં ઘણી વખત પડદો ઘસાયેલો હોય છે. જો પડદો સામાન્ય ઘસાયેલો હોય તો એક્સટેન્ડેડ ડેપ્થ કે એન્હાન્સડ મોનોફોકલ જેવા લેન્સ પણ મૂકી શકાય કે જેથી નજીકની દ્રષ્ટિ માટે પણ ચશ્મા પ૨ આધાર ના રહે. મોતિયાના ઓપરેશન પછી સામાન્યતઃ મોનોફોકલ લેન્સ મુકવામાં આવે તો વ્યક્તિને દુરનું બરાબર દેખાય છે અને નજીક માટે ચશ્મા પહેરવા પડે છે.
Que : 15 મારી ઉંમર 55 વર્ષની છે. મારે પ્લસ 6 નંબર છે, મારા નંબર ધીમે-ધીમે વધ્યા કરે છે અને મોતિયો પણ છે તો મારે ક્યારે ઓપરેશનાવવું જોઈએ અને કયા પ્રકારનો લેન્સ મુકાવવો જોઈએ?
Ans : 15 રૂટિન એક્ટિવિટીમાં તકલીફ પડે ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. સામાન્યતઃ પ્લસ 6 નંબરવાળા લોકોમાં એંગલ ક્લોઝર ગ્લુકોમા એટલે કે એક પ્રકારના ઝામરની શક્યતા વધારે હોય છે. જો આપના કિસ્સામાં ઝામરનું જોખમ હોય પણ ચોખ્ખું દેખાતું હોય તો પણ ચશ્માના નંબર જો બદલાયા કરતા હોય તો સમયસર મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. આંખની રચના પ્રમાણે ઝામર છે કે નહી, આંખની નસ અને આંખના ફિલ્ડને ડેમેજ થયો છે કે નહિ એના આધારે લેન્સ નક્કી કરી શકાય. તમારા કેસમાં મલ્ટીફોકલ, ટ્રાઈફોકલ લેન્સ, એક્સટેન્ડેડ ડેપ્થ કે એન્હાન્સડ મોનોફોકલ લેન્સ યોગ્ય રહેશે કારણકે એ તમારી દૂર અને નજીક બન્ને દ્રષ્ટિઓ માટે ચશ્મા પરનો આધાર હટાવી દેશે અને ચશ્મા વગર સ્પષ્ટ અને ધારદાર દ્રષ્ટિ આપી શકશે.
Que : 16 મારી ઉંમર 62 વર્ષની છે. મને મોતિયાની સાથે સાથે પડદા પર પણ ઘસારો છે. મારે મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ ? એનાથી ફાયદો થશે કે નહી ?
Ans : 16 આપણી આંખ કેમેરાની જેમ ફોકસ કરે છે. આંખના બે ફોકસીંગ કાચ, કાળી કિકી (કોર્નિયા) અને હ્યુમન ક્રિસ્ટલાઇન લેન્સ, બંને બહારના દ્રશ્યને પડદા ૫૨ ફોકસ કરે છે. પડદા પર ફોકસ થયેલા ચિત્રો સંકેત વડે આંખની નસ દ્વારા મગજ સુધી પહોંચે છે જેથી આપણને ચોખ્ખું દેખાય છે. આંખની આગળના ભાગમાં મોતિયો હોય એનું ઓપરેશન કરીએ અને એની જગ્યાએ આર્ટીફીસીયલ લેન્સનું પ્રત્યારોપણ કરીયે અને સર્જરી બરાબર થઇ હોય છતાંયે પડદા ૫૨ ફોકસ થયેલું ચિત્ર પડદા પર ઘસારાના કારણે સ્પષ્ટ હોતું નથી જેથી સ્પષ્ટ જોઈ શકાતું નથી. મોતિયાનું ઓપરેશન કરાવ્યા છતાં પણ પડદાની તાકાત પ્રમાણે જ નજરની દ્રષ્ટિ પછી આવે છે. પરંતુ જો ઘસારો મામૂલી જ હોય તો જોવાની ક્વાલિટીમાં સુધારો અચૂક થાય છે. એટલે મોતિયાનું ઓપરેશન અચૂક કરાવવું જોઈએ. પડદાના ઘસારાનું પણ નિદાન અને સારવાર કરાવી લેવું જોઈએ. મામૂલી ઘસારામાં મોનોફોકલ કે એક્સટેન્ડેડ લેન્થ ઓફ ફોકસવાળા લેન્સ મૂકી શકાય છે. વધુ ઘસારામાં મોનોફોકલ લેન્સ જ પ્રિફર્ડ રહે છે.
Que : 17 મને આંખમાં હંમેશા માટે સામાન્ય જાળા કે વાદળો જેવું તરતું દેખાય છે. જ્યાં જોવું ત્યાં એ ફ્લોટર ખસે છે. મોતિયાનું ઓપરેશન કરાવવાથી આ જાળું દેખાવાનું સરખું થઇ જશે ?
Ans : 17 મોતિયાનું ઓપરેશન અને લેન્સનું પ્રત્યારોપણ કરીયે તો દ્રશ્ય પાછું ફોકસ થાય છે અને ચોખ્ખું દેખાય છે. આ જાળું સામાન્યતઃ વીટ્રીયસ કેવિટીમાં આવેલી વીટ્રીઅલ ઓપેસિટીને લીધે હોય છે. ઉંમરની સાથે ઘસારાથી આવા કણો આંખમાં હોય છે કે જે આપણને તરતા દેખાયા કરે છે. મોતિયાનું ઓપરેશન કરવાથી ફ્લોટર્સ જતા નથી રહેતા પણ મોટે ભાગે આ ફ્લોટર્સ નુકશાન કરતા નથી હોતા. એન્ટી ઓક્સીડંટ દવાઓથી ઘણા દર્દીઓને એમાં સુધારો થાય છે અને સંખ્યામાં ઘટાડો થાય છે.
Que : 18 મારી આંખમા મોતિયો છે. મને ત્રાસા એટલે કેટોરીક નંબર છે અને મારે નજીકના ચશ્મા નથી પેહરવા તો મારે શું કરવું જોઈએ?
Ans : 18 હાલ ઉપલબ્ધ મલ્ટીફોકલ, ટ્રાઇફોકલ, એક્સટેન્ડેડ રેન્જ ઓફ ફોકસ વાળા લેન્સ ટોરિક લેન્સ સાથે ઉપલબ્ધ છે. નજીક-દૂરના ચશ્મા પહેર્યા વગર, દૂરના સિલિન્ડર નંબર હોવા છતાં પણ નજર ચોખ્ખી અને ધારદાર રહે એવું મોડર્ન ટેક્નોલોજીના આધારે શક્ય બન્યું છે. ઓપરેશન પછી મળતી નજરનો આધાર ઓપરેશન દરમ્યાન કેટલી ક્યુમુલેટીવ ડિસિપિટેડ એનર્જી (સી.ડી.ઈ.) વપરાઈ એના પર છે. કુશળ અને અનુભવી સર્જન નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી, ઓછામાં ઓછી સી.ડી.ઈ સાથે, સારા ક્વાલિટીના કન્ઝયુમેબલ અને દવાઓ વાપરીને ધારદાર પરિણામો આપી શકે છે. અદ્યતન ટેક્નોલોજીવાળા લેન્સથી ચશ્મા પરના આધાર વગર સારી, સ્પષ્ટ, અને ધારદાર નજર મળે છે અને નવા પ્રકારના લેન્સને લીધે અનુકૂળતા ખુબ વધારે મળે છે.
Que : 19 મારા બાળકને ગયા વર્ષે ફટાકડો આંખમાં ફૂટવાથી ઘા થયેલો છે અને સફેદ ડાઘ દેખાય છે. ત્યારબાદ મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી પણ પૂરું દેખાતું નથી તો આનો કોઈ ઈલાજ ખરો?
Ans : 19 ફટાકડો આંખમાં ફૂટે અને નજર ઝાંખી જ રહી જાય તેવા ઘણા કિસ્સા જોવા મળે છે. એટલે ફટાકડા દૂરથી ફોડવા જોઈએ. ફટાકડાના ગંધકથી અને જોરથી વાગવાને કારણે આંખ જેવા નાજુક અવયવોમાં ઘણું વધારે નુકસાન થાય છે. ઘણી વાર ડોળો પણ ફાટી જાય છે, મોતિયો આવે છે, જામર થવાની સંભાવના વધી જાય છે, પડદા પર સોજો આવે છે. એટલે મોતિયાનું ઓપરેશન કરાવીને નેત્રમણિ બેસાડયા બાદ પણ જો પડદા પર કે કીકી પર કાયમ માટેની ઈજા કે ડાઘા રહી ગયેલા હોય તો આવા બાળકોને દ્રષ્ટિ પૂરી પાછી મળી શકતી નથી.
Que : 20 મને પથ્થરિયો મોતિયો છે. ડૉક્ટરના કહેવા મુજબ પ્રમાણમાં ખૂબ વધારે છે અને વહેલામાં વહેલી તકે ઓપરેશન કરાવવું જોઈએ. પણ 15 દિવસમાં મારા ઘરમાં પ્રસંગ છે તો ઓપરેશન 20 દિવસ જેવું પાછળ ધકેલું તો ચાલે?
Ans : 20 જૂના જમાનામાં લોકો મોતિયો પાકી જાય ત્યાં સુધી આંખનું ઓપરેશન કરાવતા ના હતા જેમાથી ઘણા બધા લોકોને મોતિયો પાકીને ફાટી જવાની સંભાવના હતી અને ઘણા લોકોની આંખ જતી રહેતી. પણ હવે મોર્ડન ટેક્નિક અને ટેક્નોલોજીને પરિણામે સાયન્સે જે પ્રગતિ કરી છે તેમાં મોતિયાનાં ઓપરેશનમાં પળભ૨માં દાખલ થયા વિના દ્રષ્ટિ પાછી મળે છે. ખુલ્લી આંખે અંદર જવાનું અને ખુલ્લી આંખે બહાર આવવાનું, ઈંજેકશન નહીં, પાટો નહીં, પટ્ટી નહીં, કાળા ચશ્મા એવું કઈ જ હોતું નથી. ઓપરેશન પછી 2 કલાકમાં રસોઈ કરી શકાય, વાહન ચલાવી શકાય, રોજબરોજના દરેક કામ કરી શકાય છે. આ સિવાય મોતિયો જેટલો વધારે એટલો મોતિયો તોડવા માટે વપરાતી ક્યુમ્યુલેટિવ ડિસેમિનેટેડ એનર્જી(CDE)નું પ્રમાણ વધારે અને જેટલું ક્યુમ્યુલેટિવ ડિસેમિનેટેડ એનર્જી(CDE) નું પ્રમાણ વધારે એટલી નજરની સ્પષ્ટ ધાર નથી સચવાતી. તેથી સમયસરના મોતિયાના ઓપરેશનથી ઓછામાં ઓછી ક્યુમ્યુલેટિવ ડિસેમિનેટેડ એનર્જી(CDE) વાપરી દ્રષ્ટિની સષ્ટતા અને ધારદારપણું સાચવી શકાય છે. આ સાથે જો તમે ઓપરેશન કરાવી લેશો તો તમને ઘરનો પ્રસંગ માણવાની મજા પણ વધારે આવશે.
Que : 21 મે મોતિયાનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું છે. હું ઘણા વખતથી જામરના ટીપાં નાખું છું. તો શું માટે મોતિયાના ઓપરેશન પછી જામરના ટીપાં ચાલુ રાખવાના?
Ans : 21 આપણી આંખ કેમેરાની જેમ ફોટા પાડે છે. આંખના પડદા પર ચિત્ર ફોકસ થાય છે એના સંકેતો આંખની નસ વડે મગજ સુધી પહોચે છે એટલે આપણે સામે રહેલું દ્રશ્ય જોઈ શકીએ છીએ. આંખના આ આગળના ભાગનો ફોકસીંગ લેન્સ દૂધિયો થાય તો એને મોતિયો કહેવાય છે અને આ જે આંખની નસ વડે પડદા ૫૨ ફોટો પડીને સંકેતો મગજ સુધી પહોચે છે તે મરી જાય તેને જામર કહેવાય છે. બંને તદ્દન એકબીજાથી અલગ છે. તેથી મોતિયાનું ઓપરેશન થયા બાદ જામરના ટીપાં ડોક્ટરની સૂચના મુજબ ચાલુ જ રાખવા જોઈએ.
Que : 22 મારા બહેનને મોતિયો છે અને તેઓ અમેરિકા રહે છે એમને મોતિયોકાઢ્યા બાદ ગ્લેર ઓછી માત્રામાં આવે એવા મલ્ટિફોકલ લેન્સ મુકાવીને કેટરેક્ટ સર્જરી કરાવવી છે એ હાલ અહીં છે. તો શું એવા લેન્સ અહીં અવેલેબલ છે? અને ઓપરેશન પછી રિઝલ્ટ એવું જ મળશે?
Ans : 22 દુનિયાભરની ટેકનિક અહીં ભારતમાં ઉપલબ્ધ છે. અમેરીકામાં આંખની મલ્ટિફોકલ લેન્સવાળી મોતિયાની સર્જરી કે લેસિક સર્જરીનો ખર્ચ ઈન્શ્યોરન્સમાં કવર નથી થતો. તો ત્યાં કેશમાં સર્જરી કરાવવા કરતાં અહીંયા ખર્ચ માત્ર પાંચમા ભાગનો જ થાય છે જેની સામે જો કમ્પલિટ NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલની પસંદગી કરે તો સર્જરીમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડઝને સમકક્ષ ઉચ્ચ કક્ષાની ગુણવત્તા અને સલામતી મેળવી શકે છે. ઉપરાંત, અમેરિકામાં ઈન્શ્યોરન્સ કંપની જે ડોક્ટર પસંદ કરે તેમના જોડે તમારે સા૨વા૨ લેવા જવું પડે છે જ્યારે અહીં ડોક્ટરની પસંદગી જાતે કરી શકે છે અને સર્જીકલ બ્રાંચમાં ખૂબ બહોળો અનુભવ ધારવતા ભારતીય ડોક્ટરની એક્સ્પર્ટીઝનો લાભલઈ શકે છે. આ સાથે દર્દી તેમની સર્જરીની જરૂરિયાત પ્રમાણે, પસંદગીની પદ્ધતિ વડે, પસંદગીનો લેન્સ નક્કી કરીને તેમની અનુકૂળતા અને સગવડ પ્રમાણે સર્જરી કરાવી શકે છે. મૂળે અહીં તેઓ ત્યાં જેવી જ ગુણવત્તાવાળી આધુનિક ટેક્નોલૉજી સાથે ઓછા ખર્ચે સમયસર સર્જરી કરાવી શકે છે.
Que : 23 હું 2 અઠવાડીયા માટે કેનેડાથી અમદાવાદ આવી છું. મારે અહીં મારી મોતિયાની સર્જરી કરાવવી છે. પણ મારે તુરંત પાછા કેનેડા જવું છે. તો સર્જરી કરાવ્યા પછી પાછા જવા કેટલો સમય રાહ જોવી પડશે?
Ans : 23 હવે મોર્ડન ટેક્નિક અને ટેક્નોલોજીને લીધે મોતિયાનાં ઓપરેશનમાં પળભરમાં ખુલ્લી આંખે દાખલ થયા વિના દ્રષ્ટિ પાછી મળે છે. ઈંજેકશન, પાટો, પટ્ટી, કાળા ચશ્મા જવું કઈ જ હોતું નથી. ઓપરેશન પછી 2 કલાકમાં રોજબરોજના દરેક કામ કરી શકાય છે. પછી કોઈ પરેજ નથી હોતી. એટલે સર્જરી કરાવ્યા પછી તમે આરામથી તુરંત પાછા જઈ શકો છો.
Que : 24 મારું પથ્થરિયા મોતિયાનું નિદાન થયુંહતું. મે મોનોફોકલ લેન્સ મુકાવ્યો છે. ઓપરેશન પહેલા મને નજીકનું ચોખ્ખું દેખાતું હતું પણ ઓપરેશન પછી મને નજીકના ચશ્મા આવ્યા છે. તો શું એ ડોકટરની ભૂલ થઈ છે? મારું ઓપરેશન બરાબર થયું નથી?
Ans : 24 તમને ઓપરેશન પહેલા નજીકનું ચોખ્ખું દેખાતું હતું એ કામચલાઉ સ્ટેજ હતો. જો રાહ જોઈ હોત અને મોતિયો વધવા દીધો હોત તો નજીક અને દૂર બંને દેખાતું ઝાંખું થઈ ગયું હોત. પથ્થરિયા મોતિયામાં માઈનસ નંબર આંખમાં વધતા જતા હોય છે એટલે જ્યારે મોતિયો વધી અને સાવ ઓછું દેખાય એના પહેલાનો સમય એવો હોય છે કે જેમાં માઈનસ નંબ૨ હોવાના કારણે નજીકની નજર એકદમ ચોખ્ખી હોય અને એક્દમ જીણા અક્ષર ચશ્મા વગર વાંચી શકાય પણ આ એક તદ્દન કામચલાઉ સ્ટેજ છે. જેમ મોતિયો વધે તેમ પાછળથી નજીક અને દૂરની દ્રષ્ટિ ઝાંખી થઈ જતી હોય છે. જો નેત્રમણિ મોનોફોકલ હોય તો એ દૂર અથવા નજીક બંનેમાંથી એક જ જગ્યાએ ચશ્મા વિના ફોકસ કરી શકે છે. એટલે મોતિયાના ઓપરેશનમાં મોનોફોકલ લેન્સ મૂક્યો હોય તો નજીકના ચશ્મા આવવું એ ખૂબ જ સામાન્ય છે. તમે મોનોફોકલ લેન્સ મુકાવ્યો છે એટલે તમને નજીકનું દેખાતું નથી અને તમને ચશ્મા આવ્યા છે. જો નજીકના ચશ્મા પર આધાર ના રાખવો હોય તો મલ્ટીફોકલ લેન્સ મુકાવવો જોઈએ.
Que : 25 મને પથ્થરિયો મોતિયો છે. મારો મોતિયો કાળો થઈ ગયો છે. તો શું મારું ઓપરેશન સુરક્ષિત છે ?
Ans : 25 ઘણા સમય સુધી ઓપરેશન ના કરાવો તો મોતિયો વધુ ઘટ્ટ અને કઠણ થતો જાય છે. વધુ પડતા લાંબા સમય પછી એ કાળો કે કથ્થઈ થઈ જાય છે જેને એક્સ્ટ્રા બ્રાઉન કેટેરેક્ટ કહે છે. લેટેસ્ટ પદ્ધતિથી ઓપરેશન કરાવવાથી કોર્નિયાને હડદો કે આંખને હડદો થતો નથી પણ આવા ઓપરેશનમાં મોતિયો તોડવા માટે વાપરવી પડતી ઉર્જા એટલે કે ક્યુમ્યુલેટિવ ડિસેમિનેટેડ એનર્જી વધુ વપરાય છે. હડદો ના લાગે તે માટે લેટેસ્ટ મશીનો અને કીકીને સુરક્ષિત રાખવાના ઈંજેકશન્સ ઓપરેશન દરમિયાન વાપરવા જોઈએ. જેથી આંખ સચવાય જાય અને નજર પાછી મળે.
Que : 26 મારા બાળકને જન્મતાની સાથે જ બંને આંખમાં મોતિયો છે. તો શું મારે એનું ઓપરેશન કરાવવું પડશે?
Ans : 26 બાળમોતિયો કોમન નથી, પરંતુ ઘણા કમનસીબ બાળકો મોતિયા સાથે જ જન્મતા હોય છે. જેમાં માતાની બીમારીઓ, ગર્ભાવસ્થા દરમિયાન લીધેલી દવાઓ, ફેમિલી હિસ્ટ્રી વગેરે જેવા કારણો જવાબદાર હોય છે. અધ્યતન ટેક્નિકથી માઈક્રો ઈંશિઝનલ કેટેરેક્ટ સર્જરી કરી અને ઉંમર પ્રમાણે નિષ્ણાંત ડોકટ૨ નેત્રમણીનું પ્રત્યારોપણ કરી શકે છે. જો બંને આંખે મોતિયો હોય તો વધારે ગેપ રાખ્યા વગર બને એટલી ત્વરાથી બંને આંખની મોતિયાની સર્જરી કરાવવી જોઈએ. દ્રષ્ટિ પાછી મળે છે પરંતુ બાળકને એમ્બ્લાયોપિયા એટલે કે લેઝી આઈ થવાની શક્યતા હોય છે. એટલે આવા બાળકને આંખની કસરત 11-12 વર્ષની ઉંમર સુધી કરાવવાની હોય છે જેથી મોતિયો દૂર થયા પછી પણ દ્રષ્ટિ ધારદાર અને ચોખ્ખી મળે છે. આવા બાળકોમાં ઝામર અને છારીની શક્યતા પણ ઘણી વધારે હોય છે જેથી દર ચાર કે છ મહિને બાર વર્ષની ઉંમર સુધી રેગ્યુલર આઈ ચેકઅપ થવું જરૂરી છે.
Que : 27 મને બ્રાન્ચ રેટિનલ વિનસ ઓબ્લ્યુઝન થયેલુંહતું. એવખતે દ્રષ્ટિજતી રહી હતી પણ હવે સારું દેખાય છે. મને મોતિયો પણ છે . તો હું મોતિયાનું ઓપરેશન કરાવું તો મારે ક્યા પ્રકારનો લેન્સ મૂકાવવો જોઈએ? મારી દ્રષ્ટિ કેવી રહેશે ?
Ans : 27 મોતિયાના ઓપરેશન બાદ દ્રષ્ટિ કેવી રહેશે એનો આધાર આંખના અન્ય અવયવોની હેલ્થ પર આધાર રાખે છે અને એમાં પણ મુખ્યત્વે મેકક્યુલા એટલે કે આંખના પડદાનો મુખ્ય ભાગ જે આપણા સેંટ્રલ વિઝન માટે જવાબદાર છે એની હેલ્થ પર આધાર રાખે છે. જ્યારે બ્લડ પ્રેશરની દવા બંધ થવાથી કે બ્લડ પ્રેશર વધી જવાથી અમુક દર્દીઓમાં લોહીની નળી બંધ થાય છે, ત્યારે પડદા પર લોહી અને ફ્લ્યુઈડ ફરી વળે છે, સોજો આવે છે અને પડદાના મુખ્ય ભાગ મેકયુલા પર પણ સોજો આવે છે. આવું ક્યારેક થોડા સમય પૂરતું જેમાં દ્રષ્ટિ પાછી મળે છે અથવા તો કાયમી ધોરણે થાય છે જે કિસ્સામાં દ્રષ્ટિ કાયમ માટે ઝાંખી થઈ જાય છે. મોતિયાના ઓપરેશન પછી જો મેકયુલા નોર્મલ થઈ જાય તો દ્રષ્ટિ સરસ મળી શકે છે અને તમે મોનોફોકલ કે સારી ગુણવત્તાના ટ્રાયફોકલ અથવા એક્સ્ટડેડ ડેપ્થ ઓફ ફોક્સ વાળા નેત્રમણીનું પ્રત્યારોપણ કરાવી શકો છો.
Que : 28 મે મારી આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવેલું છે. મને 6/6 દેખાય છે ખરું પણ 66 જોઈએ એટલું સ્પષ્ટ દેખાતું નથી. તો શું એ સુધરી શકે?
Ans : 28 ક્વોલિટી કંટ્રોલ પ્રમાણે અધ્યતન ટેકનૉલોજી મોતિયાના ઓપરેશન પછી કે લેસિક ઓપરેશન પછી 6/6 દ્રષ્ટિ તો આપે જ છે, પણ જો આંખ અંદરથી નોર્મલ હોય તો 6/6 ધારદાર અને તેજ દ્રષ્ટિ આપી શકે છે. આવી અધ્યતન ટેકનૉલોજીમાં દાખલ નહીં થવાનું, પળ ભરમાં ઓપરેશન થઈ જાય, માથાનાં વાળ જેટલા નાનકડા કાણામાંથી ઓપરેશન થાય. નવી અધ્યતન ટેકનોલોજી ઓછામાં ઓછી CDE (ક્યુમ્યુલેટિવ ડિસેમિનેટેડ એનર્જી) વાપરે છે કે જેથી આંખના અન્ય અવયવોને સહેજ પણ દખલ કર્યા વગર મોતિયો કાઢીને અધ્યતન નેત્રમણીનું પ્રત્યારોપણ કરી શકાય છે, એન્ડોથેલિયલ કાઉન્ટ નોર્મલ સચવાય છે, સોજો નથી આવતો, ઓપરેશન કર્યાના પહેલા દિવસથી ક્રિસ્ટલ ક્લિયર કોર્નિયા હોય છે, બે કલાકમાં ઘરે પાછા જઈ શકાય છે, વાહન ચલાવી શકાય છે, રસોઈ કરી શકાય છે, ટીવી જોઈ શકાય છે, છાપું વાંચી શકાય છે, મુસાફરી કરી શકાય છે, વગેરે બધા જ પરિમાણો સાચવી શકાય છે અને 6/6 દ્રષ્ટિ મળે છે. નવા પ્રકારનાં ટ્રાયફોકલ, મલ્ટીફોકલ કે એક્સ્ટડેડ ડેપ્થ ઓફ ફોકસ વાળા નેત્રમણીનું પ્રત્યારોપણ કરીએ તો નજીક અને દૂર એમ બન્નેમાં નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. મલ્ટીફોકલ રિંગમાં સહેજ ગ્લેર આવે છે પણ નવા ટ્રાયફોકલ કે એક્સ્ટડેડ ડેપ્થ ઓફ ફોકસ વાળા નેત્રમણીમાં સમી સાંજે કે વહેલી સવારે ગ્લેરની કોઈ તકલીફ રહેતી નથી એટલે જીવનની ગુણવત્તા સચવાય છે. ૬/૬ ડોક્ટરની હોસ્પિટલમાં વંચાય એ જરૂરી નથી પણ સમી સાંજે કે વહેલી સવારે ખાડાનો ભાસ ના થાય, એકલા રસ્તા ક્રોસ કરી શકાય, દૂરથી આવતો ચહેરો દેખાય અને ઓળખાય, સામેથી આવતી લાઈટની ગ્લેર ના આવે, એ આઇડિયલ ઓપરેશન કહેવાય કે જે અધ્યતન સાયન્સ અને ટેકનૉલોજી આપી શકે છે.
Que : 29 મને થોડું ઘણું ઝાખું દેખાય છે પણ મારુ રોજિંદું કામ ચાલે છે. એક ડોક્ટર એવું કહે છે કે મારે આંખમાં મોતિયો છે, ઑપરેશન કરાવવું જોઈએ અને બીજા ડોક્ટર એવું કહી દે છે કે હમણાં ઓપરેશન કરાવવાની જરૂર નથી. તો મારે મોતિયાનું ઓપરેશન ક્યારે કરવું જોઈએ?
Ans : 29 આંખ કેમેરાની જેમ ફોટો પાડે છે. આંખમાં એક ફોકસીંગ લેન્સ છે જેને આપણે હ્યુમન ક્રિસ્ટલાઈન લેન્સ કહિએ છિએ જે આંખના પડદા પર કેમેરા ની જેમ જ ચિત્ર ફોકસ કરે છે અને આપણે સામે રહેલું દ્રશ્ય જોઈ શકીએ છીએ. ઉંમર ની સાથે આંખની અંદર નો આ કાચ ધીમે ધીમે દુધીયો થતો જાય છે જેને આપણે મોતિયો કહીએ છીએ. જેમ જેમ આ કાચ વધુ ને વધુ દુધીયો થતો જાય છે તેમ જોવાની તકલીફ વધતી જાય છે. એટલે ઘણી વાર એવી ગેરસમજણ થાય છે કે એક ડોક્ટર એવું કહે છે કે મારે આંખમાં મોતિયો છે અને બીજા ડોક્ટર એવું કહે છે કે આ ન્યુક્લિયર સ્કેલરોસીસ છે. આ બન્ને મોતિયાની ટર્મિનોલોજી છે. કાચ ઓછો દુધીયો હોય કે વધારે દુધીયો હોય તેને ઓછો મોતિયો કે શરૂઆત નો મોતિયો કે સામાન્ય મોતિયો કે પછી પથ્થરિયો મોતિયો એટલે કે ન્યુક્લિયર સ્ક્લેરોસિસ કહીયે, કાચો મોતિયો કહીયે કે પાકો મોતિયો કહીયે પરંતુ નવા સાયન્સ પ્રમાણે સમયસર એટલે કે નહિ વહેલા કે મોડા પણ તકલીફ પડે ત્યારે તેનું ઓપરેશન કરાવી લેવાથી તેજ અને ધારદાર દ્રષ્ટિ જળવાય છે. એ આંખ માટે હિતાવહ છે કેમ કે સમયસર ઓપરેશન કરાવવાથી દ્રષ્ટિની સ્પષ્ટતા અને ધારદારપણું સાચવી શકાય છે અને મોડું કરવાથી આંખો સાચવી લેવાય છે પણ નજરનું ધરદારપણું નથી. મોર્ડન ટેક્નિક અને ટેક્નોલોજીને લીધે મોતિયાનાં ઓપરેશનમાં ઓછા માં ઓછી ક્યુમ્યુલેટીવ ડિસેમિનેટેડ એનર્જી (CDE) વાપરીને પળભરમાં દાખલ થયા વિના દ્રષ્ટિ પાછી મળે છે. ઓપરેશનમાં ખુલ્લી આંખે અંદર જવાનું, ખુલ્લી આંખે બહાર આવવાનું, પાટો નહીં, પટ્ટી નહીં, કાળા ચશ્મા નહીં, ઈન્જેક્શન નહીં, બે કલાકમાં રસોઈ પણ કરી શકાય, ટીવી પણ જોઈ શકાય અને વાહન પણ ચલાવી શકાય. બીજા દિવસે મોટા ભાગના લોકો પોતાના રૂટિન કામે ઓફિસ જવાનું કે વાહન ચલાવવાનું કામ ચાલુ કરી દેતાં હોય છે.
Que : 30 મારી બાની જ્યારે મોતિયાની સર્જરી કરાવી ત્યારે અઠવાડિયા સુધી કડક ખાવાનું ન'તા ખાતા, ધુમાડો ન'તા લેતા, રસોઈ ન'તા કરતા, કાળાં ચશ્માં પહેરતા'તા, માથું ન'તા ધોતાં, મોટું ન'તા ધોતાં. હવે અત્યારે મોતિયાની સર્જરી કરાવવામાં તમે એવું કહો છો કે તરત રસોઈ કરી શકાય, ટીવી જોઈ શકાય, તો કોઈ વાંધો ના આવે ને ?
Ans : 30 આંખ કેમેરાની જેમ ફોટો પાડે છે. આંખમાં એક ફોકસીંગ લેન્સ છે જેને આપણે હ્યુમન ક્રિસ્ટલાઈન લેન્સ કહિએ છિએ જે આંખના પડદા પર કેમેરા ની જેમ જ ચિત્ર ફોકસ કરે છે અને આપણે સામે રહેલું દ્રશ્ય જોઈ શકીએ છીએ. ઉંમરની સાથે આંખની અંદરનો આ કાચ ધીમે ધીમે દૂધીયો થતો જાય છે જેને આપણે મોતિયો કહીએ છીએ. મોર્ડન ટેક્નિક અને ટેક્નોલોજીને લીધે સાયન્સ એ જે પ્રગતિ કરી છે એ પ્રમાણે મોતિયાનાં ઓપરેશનમાં ઓછા માં ઓછી ક્યુમ્યુલેટીવ ડિસેમિનેટેડ એનર્જી (CDE) વાપરીને પળભરમાં દાખલ થયા વિના દ્રષ્ટિ પાછી મળે છે. માત્ર એક કી હોલ જેટલા કાણાંમાંથી આખનું ઓપરેશન કરવામાં આવે છે જે એક ખૂબ જ સૂક્ષ્મ છીદ્રમાંથી થતી એકદમ સુરક્ષીત માઈક્રોસ્કોપીક સર્જરી છે. જેમાં દાખલ નથી થવું પડતું, બેરું કરવા માટે ઈંજેકશન નહીં, કાપો નથી એટલે ટાંકા નથી જેથી રિહેબિલિટેશન તરત થાય છે. પાટો નહીં, પટ્ટી નહીં, કાળા ચશ્મા નહીં, ખુલ્લી આંખે ઓપરેશનમાં અંદર જવાનું અને ખુલ્લી આંખે ઓપરેશનમાંથી બહાર આવવાનું, ઈન્ટરનેશનલ નવી પદ્ધતિમાં તો નજીક દૂરના ચશ્માંની પણ જરૂર નથી પડતી. હવા અને ધૂળના પ્રોટેક્શન માટે કદાચ ક્લિયર ગ્લાસ આપીએ છે પણ તેની પણ જરૂર પાછળથી હોતી નથી. બે કલાકમાં રોજીંદી જિંદગીમાં પાછા જઈ શકાય છે, રસોઈ પણ કરી શકાય, ટીવી પણ જોઈ શકાય, વાહન પણ ચલાવી શકાય છે.
Que : 31 મારે બટાકાની ખેતી છે એટલે અત્યાર સુધી હું વ્યસ્ત હતો. મને બંને આંખે ઓછું દેખાય છે અને મારે મોતિયાનું ઓપરેશન કરાવવું છે, પણ હાલ બહુ ગરમી છે તો શું હાલ હું આ ઓપરેશન કરાવી શકું?
Ans : 31 જૂના સમયમાં મોતિયાનું ઓપરેશન ચેકો મૂકીને કરવામાં આવતું હતું. એક મોટા ચેકામાંથી ઠળિયાને જેમ મોતિયાને આંખની બહાર કાઢી નાખવામાં આવતો હતો અને ત્યાર બાદ 10-15 ટાંકા લઈને આંખ બંધ કરવામાં આવતી હતી. આવા સમયમાં ઓપરેશન પછી ચરી ખૂબ પાડવી પડતી. વજનના ઉચકાંય, રોજિંદા કામો મહિના પછી જ શરૂ થાય જેવુ કે રસોઈ કરવું, ટીવી જોવું, રૂટિન ઘરકામ કરવા, હંમેશા કાળા ચશ્મા પહેરી રાખવાની સૂચના આપવામાં આવતા હતા. જેનાથી આંખમાં પાણી ના જાય તેનું સતત એક મહિના સુધી ખાસ ધ્યાન રાખવામાં આવતું. મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીએ આંખના ઓપરેશન અને ખાસ કરીને મોતિયાના ઓપરેશનમાં ક્રાંતિકારી પરિવર્તન કરીને જીવનશૈલી તદ્દન બદલી નાખી છે. પળભરમાં દાખલ થયા વગર ઓપરેશન થાય છે અને તરત જ રજા મળી જાય છે કારણ કે હવે મોતિયાના ઓપરેશનમાં કાપો નથી મુકાતો, મોતિયાને એક મશીન વડે આંખની અંદર જ ઓગાળી દઈને ટ્યુબ વડે ચૂસી લેવામાં આવે છે, અને એ જ વાળ જેવા કાણામાંથી લેન્સ આંખની અંદર નાખીને લેન્સનું પ્રત્યારોપણ કરી દેવામાં આવતું હોવાથી ખુલ્લી આંખે ઓપરેશનમાં અંદર જવાનું હોય છે અને ખુલ્લી આંખે ઓપરેશનમાંથી બહાર આવવાનું હોય છે. પાટો, પટ્ટી, ઈન્જેકશન, કાળા ચશ્મા કશું હોતું નથી. હવે ટાંકા નહીં, કાપો નહીં એટલે બહારની ઋતુ ઠંડી, ગરમી કે વરસાદ સાથે આંખને કોઈ લેવા દેવા જ નથી. વાલવ્યુલર ઇનસીઝન એટલે કે વાલવ્યુલર કાપો આંખને સુરક્ષિત રીતે સજ્જડબંધ રાખે છે. ઈન્ફેકશનની શક્યતા રહેતી નથી અને સરસ ચોખ્ખી નજર સચવાય છે એટલે ગમે ત્યારે ઓપરેશન કરાવી શકાય છે.
Que : 32 મને ડાયાબિટીસ છે અને મેં મોતિયાનું ઓપરેશન કરાવેલું છે. મને ઓપરેશન બાદ ચોખ્ખું દેખાતું હતું. હવે ફરી મને ઝાંખું દેખાવવાનું શરૂ થયું છે. તો શું મને ફરી મોતિયો આવતો હશે કે છારી વળી હશે?
Ans : 32 છારીનો આધાર ઓપરેશન દરમિયાન વપરાયેલી લેન્સની ડિઝાઈન, લેન્સનું મટિરિયલ, શરીરના રોગો જેવા કે અનકન્ટ્રોલ સુગર લેવલ અને રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે. આ ઉપરાંત ઓપરેશનમાં વપરાતી ક્યૂમયુલેટિવ ડિસેમીનેટેડ એનર્જી (CDE), ઓપરેશન દરમિયાન વપરાતા સાધનો અને દવાઓની ગુણવત્તા, ઓપરેશનની ગુણવત્તા પર પણ આધાર રાખે છે. ઘી ખાવાથી કે ખાટુ ખાવાથી છારી આવતી નથી. સમાન્યતઃ જો બ્લડ સુગર કંટ્રોલમાં હોય, સ્વાસ્થ સારું હોય તો છારી વળવાનું પ્રમાણ અધ્યતન ટેકનૉલોજી અને નવા લેન્સના પ્રમાણમાં ઘણું જ ઓછું છે. જે પહેલા 1000માંથી 200 લોકોને છારી આવતી હતી. તેના બદલે હવે ભાગ્યે 1000માંથી 2 થી 6 લોકોને છારી આવે છે કે જેમનું બ્લડ સુગર કંટ્રોલમાં ના હોય કે અન્ય રોગો હોય. દાખલ થયા વગર ઓપરેશન વગર લેઝરથી પળ ભરમાં છારીને સાફ કરીને નવી દ્રષ્ટિ પાછી મેળવી શકાય છે. ડાયાબિટીસવાળી વ્યક્તિઓને છારી વહેલી આવે છે. અને ઝાંખું દેખાતું હોય તો ખાસ ડાયાબિટીસવાળી દરેક વ્યક્તિએ જે વર્ષે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય એ વર્ષે ખાસ વર્ષમાં 2 વાર પડદાનું આંખના ડાયાબિટીસ માટે ચેકઅપ કરાવવું જોઈએ. આંખના ડાયાબિટીસને લીધે નજર ઝાંખી થાય છે. કારણ કે મેકયુલા એટલે કે આંખના જોવાના મુખ્ય ભાગ ઉપર સોજો આવે છે. એબનોર્મલ લોહીની નળીઓ બનવાની શક્યતા રહે છે, ઑક્સીજન પૂરું ના પહોંચવાને કારણે લોહીની નળીઓ સંકોચાય છે ત્યારે લોહીની નળીઓ લીક થાય છે અને આંખમાં હેમરેજ થાય છે. પરિણામે કાયમી અંધાપો આવે છે.
Que : 33 મારે ડાયાબિટીસ વધ ઘટ થયા કર્યા પછી હાલ સ્ટેબલ થયું છે. પણ હમણાં બહુ ગરમી છે. અને પછી હવે તરત ભેજ આવશે તો હાલ મારુ મોતિયાનું ઓપરેશન સુરક્ષિત ગણાય કે નહિ ?
Ans : 33 ગરમીની ઋતુમાં ડાયાબિટીસવાળા લોકોમાં ઘણીવાર અમુક કારણોસર મેટાબોલિક કંટ્રોલ ઓછો રહેવાની શક્યતા રહે છે. જેમ કે રજા કે ગરમીના લીધે એક્સરસાઈઝ છૂટી જાય છે. ગરમીની ઋતુમાં આઈસક્રીમ ને લીધે કે કેરી અથવા અન્ય સુગરવાળા જયુસી ફૂટ્સને લીધે સુગરનું વધ ઘટ થવાથી મેટાબોલિક કંટ્રોલ ઓછો થવાની શક્યતા રહે છે. ઓછા માત્રમાં આવા કેરી જેવા ફળો ખાવાથી કોઈ વાંધો આવતો નથી. પણ મોટા ભાગના લોકો વધારે માત્રામાં ખાય છે જેને લીધે તકલીફ થવાની શક્યતા રહે છે.જેને લીધે મેટાબોલિક કંટ્રોલ છૂટે છે. સામાન્યતઃ મોતિયો ધીમે ધીમે વધે છે. પરંતુ ઘણી વાર ડાયાબિટીસવાળા લોકોમાં મેટાબોલિક કંટ્રોલ અનસ્ટેબલ હોવાથી અમુક લોકોમાં ખુબ જલ્દી વધી જાય છે અને તરત જ દેખાવવાનું સાવ ઝાંખું થઈ જાય છે. આવા સંજોગોમાં મોતિયાનું ઓપેરશન પાછું ના ઠેલવી શકાય કારણ કે મોતિયો ખુબ વધી જવાથી આંખને કાયમી નુકશાન થાય છે. વળી મોતિયો ખુબ વધી જવાથી ઓપરેશન પછી મળતી ગુણવત્તા પણ ઓછી રહે છે. મોતિયો ફૂલી જાય છે અને ઘણા લોકોમાં ઝામર પણ થાય છે. તેથી મોડું ના કરવું જોઈએ. સુગર કંટ્રોલમાં હોવું બહુ જરૂરી છે. પણ દાખલ થઈને કે ઇન્સ્યુલિનથી સુગર કંટ્રોલ કરીને મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. નવી ટેકનીક અને ટેક્નોલોજી વડે મોતિયાનું ઓપરેશન કરાવવાથી જોખમ નહિવત છે. ત્રણ મહિનાનું એવરેજ ગ્લાયકોસિલિટેડ હિમોગ્લોબિન ૬ ની આસપાસ જ હોવું જોઈએ. તો જ આંખને થતું નુકસાન અટકાવી શકાય છે.
Que : 34 મે હમણાં જ મલ્ટીફોકલ લેન્સ નખાવીને મોતિયાનું ઓપરેશન કરાવ્યુ છે. તે બાદ મને એકદમ ચોખ્ખું દેખાય છે પણ મને આંખમાં ઇરિટેશન જેવું રહ્યા કરે છે. તો હવે મારે શું કરવું જોઈએ?
Ans : 34 સામાન્યતઃ મોતિયાના ઓપરેશન પછી સ્ટીરોઈડના ટીપાં વાપરવામાં આવે છે. સર્જરીના લીધે અને સ્ટીરોઈડને લીધે આંખની ટીયર ફિલ્મ એની સ્ટેબિલીટી ગુમાવે છે અને ડ્રાયનેસ થાય છે. ડ્રાયનેસ ઇરિટેશનનું મુખ્ય કારણ છે. જેને માટે લુબ્રીકેશનના ટીપાં સ્ટીરોઈડના ટીપાં સાથે વાપરવા જોઈએ. આ કંમ્પ્લેઇન સિરિયસ કે ચિંતાજનક નથી. ખાસ કરીને લેટેસ્ટ પ્રકારના રીંગવાળા મલ્ટીફોકલ લેન્સવાળા ઓપરેશન પછી નજર ચોખ્ખી રહેવા માટે ટીય૨ ફિલ્મ સ્ટેબલ હોવી ખૂબ જ જરૂરી છે. આવી દરેક વ્યક્તિઓએ ઓપરેશન પછી ખાસ કરીને પ્રિઝર્વેટિવ વિનાના આર્ટફિશયલ ટીયર્સ ત્રણ મહિના સુધી વા૫૨વા જોઈએ જેથી નજરની ધાર તેજ અને ધારદાર રહે.
Que : 35 મે હાલમાં જ મોતિયાનું ઓપરેશન કરાવ્યુ છે. મારાથી સંજોગોવસાત ઓપરેશન પછીના સ્ટીરોઈડ ટીપાં અનિયમિત નખાય છે. તો શું મને નુકસાન થશે?
Ans : 35 સામાન્યતઃ મોતિયાના ઓપરેશન પછી સોજાને ઓછો કરવા હિલિંગ માટે સ્ટીરોઈડના ટીપાં ચાલુ કરવામાં આવે છે. આ નોર્મલ હિલિંગ પ્રોસેસને સપોર્ટ કરે છે તથા વિઝનને સાચવી રાખે છે. આનાથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ સ્ટીરોઈડ ડ્રોપ્સ વાપરવામાં સાવચેતી એ રાખવી જોઈએ કે બે ત્રણ અઠવાડીયા પછી ટીપાંનો ડોઝ ક્રમશઃ ધીમે ધીમે ઓછો કરવામાં આવે જો તે અચાનક બંધ કરવામાં આવે તો આંખમાં સોજાનો ઊથલો આવે છે, રિએકશન આવે છે, આંખ દુખે છે, લાલ થાય છે, પાણી પડે છે અને કોઈક વાર દ્રષ્ટિ પણ ઝાંખી થઈ જાય છે. પણ મોટેભાગે આ ટૂંક સમય પૂરતું જ હોય છે. આ માટે જો ફરી સ્ટીરોઈડના ડ્રોપ દર્દીના રેગ્યુલર દવાના કોર્સમાં ચાલુ કરી અને જો પાછા ક્રમશઃ ધીમે ધીમે ઓછા કરવામાં આવે તો દ્રષ્ટિ જોખમાતી નથી અને આંખને કોઈ નુકસાન થતું નથી. પરંતુ આવું કરવાનું ટાળો અને ઓપરેશન કરાવ્યા બાદ ટીપાં સાથે નિયમિત રહો.
Que : 36 મે દસ વર્ષ અગાઉ ઝામરનું ઓપરેશન કરાવેલું હતું. હવે મને મોતિયો છે. તો મને મોતિયાનાં ઓપરેશન પછી દ્રષ્ટિ પાછી મળશે?
Ans : 36 અદ્યતન ટેક્નોલૉજી વડે ઝામરનું ઓપરેશન કરેલી મોતિયાવાળી આંખોમાં પણ મોતિયાનું સફળ ઓપરેશન થઈ શકે છે અને નેત્રમણિનું પ્રત્યારોપણ થઈ શકે છે. ખાસ કરીને જેમાં CDE(ક્યુમ્યુલેટિવ ડિસેમિનેટેડ એનર્જી) ઓછી વપરાય છે એવી ટેકનોલોજીમાં આંખની ચમક સાચવી શકાય છે. મોતિયાને લીધે આવેલી ઝાંખપ ચોક્કસથી પાછી લાવી શકાય છે પરંતુ ઝામરના લીધે સુકાયેલી નસો પુનર્જીવિત કરી શકાતી નથી. (૦ ઘણાં વર્ષથી મારુ ઝામરનુંનિદાન થયેલું છે. જો હું ઝામરનાં ટીપાં નાખું તો મારી આંખ લાલ થઈ જાય છે અને બંધ કરું તો મારી આંખ નોર્મલ સફેદ થઈ જાય છે
Que : 37 ઘણા વખતથી મારે સ્કીન એલર્જી માટે સ્ટીરોઈડ લેવું પડેલું છે અનેહાલમાં મને એના લીધે મોતિયો આવેલ છે તો મારે ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ? શું આ ખૂબ જોખમી છે ?
Ans : 37 પોસ્ટીરિયર સબકેપ્સ્યુલર કેટેરેક્ટ સ્ટીરોઈડના વધુ પડતાં ઉપયોગને લીધે થતો મોતિયાનો પ્રકાર છે. તેના મુખ્ય લક્ષણોમાં એક તો આ મોટે ભાગે નાની ઉંમરમાં આવે, નજીકનું જોવામાં તકલીફ પડે, અક્ષરો ઝાંખા દેખાય, ચશ્માના નંબર બદલાયા કરે જોવામાં સામેથી ગ્લેર બહુ આવે. આવા સંજોગોમાં સમયસર ઓપરેશન કરાવવું હિતાવહ છે . કારણ કે આ પ્રકારનો મોતિયો બહુ ઝડપથી વધતો નથી પરંતુ એટલી બધી ગ્લેર આવે છે કે જેને લીધે ગંભીર અકસ્માત થઈ જાય. ઉપરાંત નાની ઉંમરના લોકોમાં જ આ વધારે જોવા મળે છે એટલે અચૂક જ આવા મોતિયાનું ઓપરેશન નવી ટેક્નિક અને ટેક્નોલૉજીથી કરાવવું જોઈએ. જેથી તરત રૂટિનમાં પાછા લાગી શકાય. ખાસ ધ્યાનમાં રાખવા જેવું એ કે અમુક લોકો સ્ટીરોઈડ્ઝ રિસ્પોંડર્સ હોય છે એટલે સ્ટીરોઈડના વધુ પડતાં વપરાશને લીધે ઝામર પણ થયેલું હોય છે. એટલે જો આંખમાં ઝામર હોય તો ઝામરની સારવાર સાથે સાથે થવી ખૂબ જ જરૂરી છે. અને જો ઝામર હોય તો મોતિયાના ઓપરેશન પછી પણ વર્ષમાં ૨ વાર આંખનું કમ્પલિટ કોમ્પ્રિહેસિવ આઈ ચેકઅપ થવું ખૂબ જરૂરી છે. જેથી સમયસર સારવાર કરી ઝામરને આગળ વધતો અટકાવી શકાય અને કાયમી ડેમેજથી આંખને સમયસર બચાવી શકાય.
Que : 38 મને ડાયાબિટીસ છે પણ એ કંટ્રોલમાં છે. શું મારા માટે મોતિયાનું ઓપરેશન સુરક્ષિત છે?
Ans : 38 સુગર પ્રોપર કંટ્રોલ કરીને મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. ડાયાબિટીસવાળી વ્યક્તિઓમાં મોતિયો વહેલો આવે છે અને ઝડપથી વધે છે. આવા લોકોમાં જામરની શક્યતા પણ વધારે હોય છે અને ઘણી વાર ડાયાબિટીસના દર્દીઓમાં સુગર કંટ્રોલ હોય તો પણ આંખનાં પડદામાં સોજો અને લોહીના ડાઘા હોય છે. આવા દર્દીઓમાં આધુનિક ટેક્નોલૉજી દ્વારા ક્યુમુલેટીવે ડિસસેમિનેટેડ એનર્જી(CDE) ઓછાંમાં ઓછી વાપરીને સ્પષ્ટ અને ધારદાર દ્રષ્ટિ આપી શકાય છે. પડદામાં ડાયાબિટીસના ડાઘા નથી તેવું અચૂક નિદાન જરૂરી છે, નહીંતર મોતિયાની સાથે સાથે આંખના પડદાની ડાયાબિટીસ માટેની ટ્રીટમેન્ટ પણ આવશ્યક બને છે.ડાયાબિટીસના લેવલમાં વધ-ઘટ ના થાય એ જરૂરી છે નહીં તો આંખમાં ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે. જો સુગર બરાબર કંટ્રોલ કરવામાં આવે તો અદ્યતન ટેક્નોલૉજીથી મોતિયાના ઓપરેશન ચમત્કારીક પરીણામ લાવી શકે છે. જેમાં દાખલ નથી થવું પડતું, બેરું કરવા માટે ઈંજેકશન નહીં, કાપો નહીં, પાટો નહીં, પટ્ટી નહીં, કાળા ચશ્મા નહીં, ખુલ્લી આંખે ઓપરેશનમાં અંદર જવાનું અને ખુલ્લી આંખે ઓપરેશનમાંથી બહાર આવવાનું, બે કલાકમાં રોજીંદી જિંદગીમાં પાછા જઈ શકાય છે, રસોઈ પણ કરી શકાય, ટીવી પણ જોઈ શકાય અને વાહન પણ ચલાવી શકાય છે. માત્ર એક કી હોલ જેટલા કાણાંમાંથી આંખનું ઓપરેશન કરવામાં આવે છે. આવી અદ્યતન ટેક્નોલૉજીથી ઓપરેશન કરવામાં મોતિયાંના ઓપરેશન પછી ડાયાબિટીસનાં દર્દીઓમાં કોઈ વધુ જોખમની સંભાવના નથી હોતી.
Que : 39 મને ડાયાબિટીસના લીધે સુગર વધ-ઘટ થયા કરે છે. તો મારે મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ.
Ans : 39 ઓપરેશન પહેલા અને ઓપરેશન દરમિયાન બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં હોવું ખૂબ જરૂરી છે. જમ્યા પછીનું બ્લડ સુગર લેવલ ૨૦૦ થી વધારે ના હોય તો ડાયાબિટીસના લીધે આંખમાં ચેપની સંભાવના રહેતી નથી. ડાયાબિટીસના દર્દીઓમાં ઓપરેશન બાદ પણ બ્લડ સુગર નિયમિત રીતે કંટ્રોલમાં હોવું ખૂબ જ જરૂરી છે. નિયમિત દવાઓ અને નિયમિત કસરત થવી ખૂબ જ જરૂરી છે. ઈમરજન્સી સંજોગોમાં ડોક્ટર સાથે મળીને ઇન્સ્યુલીનથી બ્લડ સુગર કંટ્રોલ કરી ઘણી વાર આંખનું ઓપરેશન કરવામાં આવતું હોય છે. જેમ કે મોતિયો ફાટી જવાનો ભય હોય અથવા તો આંખનો પડદો ખસી ગયો હોય એવા સંજોગોમાં ડોક્ટર સમય સૂચકતા વાપરીને ઇન્સ્યુલીન ઈંજેકશન વાપરીને ઓપરેશન કરવાનું નક્કી કરી શકે છે. આપના સંજોગોમાં તમારા ડોક્ટરને મળીને નક્કી કરવું કે ઓપરેશન કરવાની જરૂરિયાત કેટલી છે અને ક્યારે કરવું હિતાવહ ગણાય.
Que : 40 મને પ્રોલિક્રેટિવ ડાયાબિટીક રેટીનોપથી છે, પણ મોતિયો પણ ઘણો વધારે છે. તો મારે પહેલું કયું ઓપરેશન કરાવવાનું અને મને ઓપરેશન પછી દેખાશે કે કેમ?
Ans : 40 જો મોતિયો ઘણો વધારે હોય તો પહેલા ડાયાબિટીસ કંટ્રોલ કરીને મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. પરંતુ મોતિયાના ઓપરેશન બાદ તરત જ પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટીનોપથી વધવાની શક્યતા વધુ હોય છે. એટલે સાવચેત રહીને પડદાના લેઝર કે એન્ટિ VGEF ઈંજેકશન લઈને અને જો જરૂરિયાત જણાય તો પડદાનું ઓપરેશન કરાવીને પણ આંખની દ્રષ્ટિ પાછી મેળવી શકાય
Que : 41 મને ડાયાબિટીસ છે પણ ડાયાબિટીક રેટિનોપથી નથી. હવે ધીમે ધીમે થોડાક વખતથી ઓછું દેખાય છે. ન્યુક્લિયર સ્ક્લેરોસિસ પ્રકારનો મોતિયો છે. તો મારે ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ અને કેવા પ્રકારનો લેન્સ મૂકાવવો જોઈએ?
Ans : 41 ઓપરેશન વખતે અને ત્યાર બાદ પણ બ્લડ સુગર કંટ્રોલમાં હોવું જરૂરી છે કે જેથી તમને ડાયાબિટીક રેટિનોપથી થવાની શક્યતા ઓછી રહે છે. જોવાની તકલીફ પડવા લાગે તો તમે અને તમારા ડોક્ટર મળીને મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવવું તે નક્કી કરી શકો છો. વાહન ચલાવવામાં તકલીફ પડે, વાંચવાના નંબર બદલાયા કરે, ચહેરા ઓળખવામાં તકલીફ પડે ત્યારે મોડુ કરવું જોઈએ નહીં. સ્ટેબલ ડાયાબિટીસ સાથે મલ્ટિફોકલ, ટ્રાયફોકલ, એનહાન્સ્ડ મોનોફોકલ કે એક્સ્ટડેડ ડેપ્થ ઓફ ફોકસ પ્રકારના નેત્રમણિ મૂકી સ્પષ્ટ અને ધારદાર દ્રષ્ટિ મેળવી શકાય છે.
Que : 42 મને ડાયાબિટીક રેટિનોપથી અને મેક્યુલોપથી છે. થોડા સમય પહેલા મારૂ બ્લડ સુગર અનકંટ્રોલ્ડ થયા પછી હમણાં કંટ્રોલમાં આવ્યું છે અને મને મોતિયો છે. તો મારે ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ અને કેવા રકરાવું પ્રકારનો નેત્રમણિ મૂકાવવો જોઈએ?
Ans : 42 અનકંટ્રોલ્ડ બ્લડ સુગર સાથે મોતિયો ધરાવતા લોકોમાં ઘણી વાર કોર્ટીકો કેપ્સ્યુલર એડહેસન્સવાળો ડેન્સ મોતિયો હોય છે. જોવાની તકલીફ પડતી હોય ત્યારે અને મોતિયો ડેન્સ હોય ત્યારે સુગર કંટ્રોલ હોય ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી વર્ષે ૨ વાર કરતાં વધારે વખત આંખના પડદાનું ચેકઅપ કરાવવું જરૂરી છે અને આવા લોકોમાં મેકયુલોપથી હોય ત્યારે મેકયુલોપથી ઓછી કરવા અને દ્રષ્ટિ સુધારવા માટે આંખના પડદાંમાં એન્ટિ VGEFના ઈંજેકશન આપવામાં આવતા હોય છે. એટલે મોતિયાના ઓપરેશન સાથે એન્ટિ VGEFના ઈંજેકશન પણ આપવા જોઈએ. આ પ્રકારના મોતિયામાં મોનોફોકલ કે એનહાન્સ્ડ મોનોફોકલ જ લેન્સ સારું કામ આપી શકે છે. આવા પ્રકારની આંખોમાં એક્સ્ટડેડ ડેપ્થ ઓફ ફોકસ, મલ્ટિફોકલ, કે ટ્રાયફોકલ લેન્સ ના મૂકવા જોઈએ.
Que : 43 મને ડાયાબિટીસ છે પણ એ કંટ્રોલમાં છે. શું મારા માટે મોતિયાનું ઓપરેશન સુરક્ષિત છે?
Ans : 43 સુગર પ્રોપર કંટ્રોલ કરીને મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ. ડાયાબિટીસવાળી વ્યક્તિઓમાં મોતિયો વહેલો આવે છે અને ઝડપથી વધે છે. આવા લોકોમાં જામરની શક્યતા પણ વધારે હોય છે અને ઘણી વાર ડાયાબિટીસના દર્દીઓમાં સુગર કંટ્રોલ હોય તો પણ આંખનાં પડદામાં સોજો અને લોહીના ડાઘા હોય છે. આવા દર્દીઓમાં આધુનિક ટેક્નોલૉજી દ્વારા ક્યુમુલેટીવે ડિસસેમિનેટેડ એનર્જી(CDE) ઓછાંમાં ઓછી વાપરીને સ્પષ્ટ અને ધારદાર દ્રષ્ટિ આપી શકાય છે. પડદામાં ડાયાબિટીસના ડાઘા નથી તેવું અચૂક નિદાન જરૂરી છે, નહીંતર મોતિયાની સાથે સાથે આંખના પડદાની ડાયાબિટીસ માટેની ટ્રીટમેન્ટ પણ આવશ્યક બને છે.ડાયાબિટીસના લેવલમાં વધ-ઘટ ના થાય એ જરૂરી છે નહીં તો આંખમાં ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે. જો સુગર બરાબર કંટ્રોલ કરવામાં આવે તો અદ્યતન ટેક્નોલૉજીથી મોતિયાના ઓપરેશન ચમત્કારીક પરીણામ લાવી શકે છે. જેમાં દાખલ નથી થવું પડતું, બેરું કરવા માટે ઈંજેકશન નહીં, કાપો નહીં, પાટો નહીં, પટ્ટી નહીં, કાળા ચશ્મા નહીં, ખુલ્લી આંખે ઓપરેશનમાં અંદર જવાનું અને ખુલ્લી આંખે ઓપરેશનમાંથી બહાર આવવાનું, બે કલાકમાં રોજીંદી જિંદગીમાં પાછા જઈ શકાય છે, રસોઈ પણ કરી શકાય, ટીવી પણ જોઈ શકાય અને વાહન પણ ચલાવી શકાય છે. માત્ર એક કી હોલ જેટલા કાણાંમાંથી આંખનું ઓપરેશન કરવામાં આવે છે. આવી અદ્યતન ટેક્નોલૉજીથી ઓપરેશન કરવામાં મોતિયાંના ઓપરેશન પછી ડાયાબિટીસનાં દર્દીઓમાં કોઈ વધુ જોખમની સંભાવના નથી હોતી.
Que : 44 મે નાની ઉંમરે બંને આંખની લેસિક સર્જરી કરાવેલી છે. એ વખતે મારે -7 નંબર હતાં. હવે મને મોતિયો છે. મારે મોતિયાના ઓપરેશન બાદ ચશ્માના નંબર નથી પહેરવા. શું એ શક્ય છે?
Ans : 44 અધ્યતન ટેક્નોલૉજી દાખલ થયા વગર ઓપરેશન બાદ પળભરમાં તેજ અને ધારદાર દ્રષ્ટિ આપી શકે છે. માથાનાં વાળ જેટલા નાના કાણાંમાંથી મોતિયાનું ઓપરેશન થાય છે. ખુલ્લી આંખે ઓપરેશન થિયેટરની અંદર જવાનું અને ખુલ્લી આંખે ઓપરેશન થિયેટરની બહાર આવવાનું, પાટો નહીં, પટ્ટી નહીં, કાળા ચશ્મા નહીં, અને તુરંત કામે લાગી જવાય છે. આ સાથે અધ્યતન પ્રકારનાં મલ્ટિફોકલ નેત્રમણિ (ટ્રાયફોકલ અથવા એસ્ટેંડેડ ડેપ્થ ઓફ ફોકસ) મુકીને ચશ્મા વિના ધારદાર દ્રષ્ટિ મેળવી શકાય છે. પરંતુ જો અગાઉ લેસિક ઓપરેશન કર્યું હોય તો આંખની જાડાઈમાં અને આંખના આકારમાં બદલાવ આવે છે. સાથે માઇનસ નંબર વધુ હોય એવા -લોકોના પડદા ઘણી વાર ઘસાયેલા હોય છે. મલ્ટિફોકલ લેન્સ મુકીને ધારદાર દ્રષ્ટિ તો જ મળી શકે જો આંખના પડદા એકદમ કાર્યક્ષમ હોય. તથા અધ્યતન પાવર કેલ્ક્યુલેશન એટલે કે આંખમાં મૂકવામાં આવતા નેત્રમણિનું માપ અધ્યતન ફોર્મ્યુલા વાપરીને લેવામાં આવે તો જ ચશ્મા વિના ધારદાર દ્રષ્ટિ મળી શકે છે. અમેરિકન એકેડમી ઓફ કેટરેક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરીના વેબસાઇટ પર આ ફોર્મ્યુલા અવેલેબલ હોય છે જેના લીધે હવે આ બધુ મોર્ડન એજમાં શકય બન્યું છે.
સંપર્ક
અમારી સેવાઓ અને આંખો ના સ્વાસ્થ્ય ની વધુ માહિતી મેળાવવા તેજ આઇ સેન્ટર નો આજે જ +91 7778057500 પર સંપર્ક કરો