ગ્લોકોમા એ આંખોની એવી ગંભીર સ્થિતિ છે જે ધીમેધીમે દ્રષ્ટિને નુકસાન પહોંચાડે છે – ખાસ કરીને જો સમયસર તેનો ઇલાજ ન કરવામાં આવે. ઘણા લોકો આ બીમારીથી પીડાતા હોવા છતાં શરૂઆતમાં કોઇ લક્ષણ અનુભવતા નથી, એટલે તેને "શાંત ઘાતક" પણ કહેવામાં આવે છે. તેજ આઈ સેન્ટર ખાતે, અમે ગ્લોકોમાની ચોકસાઈથી તપાસ અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ સાથે દર્દીઓને શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડીએ છીએ. આ બ્લોગમાં, આપણે ગ્લોકોમા શું છે, તેના લક્ષણો, કારણો અને સારવાર વિશે વિગતવાર જાણકારી મેળવશું.
Que : 1 ઝામર (ગ્લુકોમા) એટલે શું?
Ans : 1 ઝામર આંખની નસનો એવો રોગ છે કે જે અંધાપો લાવી શકે છે. આપણી આંખ કેમેરાની જેમ ફોટા પાડે છે. આંખના પડદા પર ચિત્ર ફોકસ થાય છે, જેના સંકેતો આંખની નસ વડે મગજ સુધી પહોચે છે. તેથી આપણી સામેનું દ્રશ્ય જોઈ શકીએ છીએ. આંખની નસ સામાન્યતઃ દસ લાખ જેટલા કેબલ વાયરોની બનેલી છે. જેના કારણે આપણે સામેનું અને સાઈડનું દ્રશ્ય જોઈ શકીએ છીએ. ઝામરમાં સાઇડનું જોવાના તાંતણા પહેલા મરી જાય છે. આ રોગ જેમ જેમ વધતો જાય છે, એમ સાઇડનું દ્રશ્ય કપાતું જાય છે. અને ટનલમાંથી જોતા હોઈએ એમ લાગે છે. પરંતુ રોગના છેલ્લાં તબક્કા સુધી સામેનું દ્રશ્ય ચોખ્ખું રહે છે. સમય જતાં સામેનું દ્રશ્ય પણ કપાઈ જાય છે અને અંધાપો આવે છે. જેમ ઈલેક્ટ્રિસિટી જતી રહે અને અંધારપટ છવાઈ જાય એવી જ રીતે ઝામરથી આંખની નસ જતી રહે છે જેથી જીવનમાં અંધારપટ છવાઈ જાય છે. ટુંકમાં, આંખની નસએ આંખનું ઈલેક્ટ્રિસિટી હાઉસ છે.
Que : 2 જો મને ઝામર થાય તો કેવી રીતે ખબર પડશે? ઝામરનો કોઈ ઈલાજ શક્ય છે?
Ans : 2 એક વખત નસ મરી ગયા પછી તેને પાછી જીવતી કરી શકાતી નથી. જેથી ઝામરનો કોઈ ઈલાજ નથી. ઝામ૨ને માત્ર સારવારથી આગળ વધતો અટકાવી શકાય છે.માત્ર 1% લોકોને જ કડવો ઝામર થવાની શક્યતા છે. મીઠા ઝામ૨માં આંખ લાલ નથી થતી કે પાણી પણ નથી પડતું. ઉપરાંત સોજો પણ નથી આવતો.તેમા મોટે ભાગે રોગનાં છેલ્લા તબક્કા સુધી સામેનું દૃશ્ય તો ચોખ્ખું જ દેખાય છે એટલે રોગની શરૂઆતના તબક્કામાં કોઈ જ સંકેત ન હોવાનાં કારણે ઝામરનું સમયસર નિદાન થતું નથી. આ કારણે ઝામરને “છુપો દુશ્મન’” એટલે કે “ સાઇલન્ટ થીફ” કહે છે. આ અંગે પચીસ ટકા લોકોનું જ્યારે નિદાન થાય ત્યારે તેઓની એક આંખ જતી રહી હોય છે અને આઠથી નવ ટકા લોકો એવા કમનસીબ હોય છે કે જેમની બંને આંખોને ૮૦ ટકા જેટલું નુકશાન થયા પછી પોતાને ઝામર હોવાનું ખ્યાલ આવે છે. આ માટે આંખનું સમયસર ચેકઅપ કરાવવું જોઈએ જેથી ચિન્હો વિનાના રોગ એવા ઝામરનું પણ સમયસર નિદાન થઈ શકે. મોટે ભાગે ટીપાં નાખીને આંખનાં કમ્પલિટ કોમ્પ્રીહેન્સીવ આઈ ચેકઅપ વખતે ઝામરનું નિદાન થતું હોય છે.
Que : 3 મને જોવામાં પણ કોઈ તક્લીફ પડતી નથી તો મારે ટીપાં ચાલું રાખવા જોઈએકે બંધકરી દેવા જોઈએ ?
Ans : 3 ઝામરમાં એક વખત અંધાપો આવ્યા પછી આંખને રોશની આપી શકાતી નથી સમયસર ટીપાંનો ઉપયોગ કરવાથી જ રોગને આગળ વધતો અટકાવી શકાય છે. ઝામરનાં ટીપાં જેટલાં લોકો વાપરે છે તેમાંથી સાત ટકા લોકોને ઝામરનાં ટીપાંની સાઈડ ઈફેક્ટ થાય છે, જેથી આંખ લાલ થાય છે અને કોઈક વાર આંખમાં દુઃખે પણ છે, પરંતુ મોટા ભાગના લોકોને ટીપાંથી થતી સાઈડ ઈફેક્ટ પાછળથી જતી રહે છે. જો લાંબા સમય સુધી આંખ લાલ થવાની ચાલું જ રહે તો ડોકટરને બતાવીને અવેજીના ટીપાં ઝામર માટે ચાલું રાખવા જોઈએ પણ સંપૂર્ણ બંધ ના કરવા જોઈએ. ઝામરમાં ટીપાંની નિયમિતતા ખૂબ જ અગત્યની છે. જેથી ટીપાં સંપૂર્ણ બંધ ના કરવા જોઈએ તે ઉપરાંત ટીપાંમાં ગેપ પણ ના આવવો જોઈએ. ટીપાં બંધ કરવાથી સદંતર અંધાપો આવે છે જે પાછળથી રીપેર કરી શકતો નથી.
Que : 4 હું છેલ્લા 6 વર્ષથી આંખમાં જામરનાં રોગ માટે ટીપાં નાખું છું. મારી આંખ થોડીલાલરહે છે. તેમજ કોઈક વાર ફોરેન બોડી સેન્શેસન પણ થાય છે. ડોક્ટરે જણાવ્યુ હતું કે આ જામરના ટીપાંની આડઅસર છે. મે દુઃખાવાના કારણે ઘણી વાર વચ્ચે ટીપાં નાખવાનું બંધ કર્યું હતું. જેથી મારી આંખની લાલાશ ઓછી થઈ ગઈ હતી. મને જોવામાં કઈ તકલીફ નથી. તો શું મારે જામરના ટીપાં બંધ કરવા જોઈએ?
Ans : 4 જામર આંખની નસનો એવો રોગ છે, જેમાં આંખની નસ મરી જાય છે. રોગનાં શરૂઆતનાં તબક્કામાં સામેનું ચોખ્ખું દેખાય છે અને સાઈડનું વિઝન કપાતું જાય છે. ધીમે ધીમે ટનલ જેવુ વિઝન થાય છે અને તે પણ બંધ થઈ જાય છે, જેથી સંપૂર્ણ અંધાપો આવે છે. જામરમાં એક વખત આંખની નસ સુકાઈ જાય અને અંધાપો આવ્યા પછી ક્યારેય આ નસ પાછી જીવતી કરી શકાતી નથી. તેમજ નજર પણ પાછી લાવી શકાતી નથી. જામરના ટીપાં દર્દીએ જાતે ક્યારેય બંધ ન કરવા જોઈએ. જો નસ મરી જશે તો જેટલો ભાગ ડેમેજ હશે એ ડેમેજ રીપેર નહીં થાય. સમયસર ટીપાં નાંખવાથી જ આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે. જામરનાં ઘણાં આઈ ડ્રોપ્સ એવા છે કે જેની આડઅસ૨ જેવી કે આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવું, ફોરેન બોડી સેન્સેશન થવું વગેરે ઘણાં લોકોને થાય છે. પરંતુ ડોક્ટરની સૂચના પ્રમાણે દવાનો પ્રકાર બદલી શકાય પણ જામરનાં ટીપાં ચાલુ રાખવા જોઈએ. થોડાક સમય માટે દવા બંધ કરી દેવાથી જામરનું ડેમેજ વધશે જે તમે ક્યારેય પાછું રીપેર નહીં કરી શકો, જેથી ક્યારેય ટીપાં ન બંધ કરવા. બહારગામ જતાં હોય કે પછી ટીપાં ખલાસ થઈ ગયા હોય તો પણ હંમેશા ટીપાંની બીજી બોટલ જોડે રાખવી જોઈએ. આ ઉપરાંત ટીપાંની નિયમિતતા પણ જળવાવી જોઈએ. જામરનાં ટેસ્ટમાં જામરનું પ્રકાર અને પ્રમાણ નક્કી કરવામાં આવે છે. તેના આધારે જામરની ગંભીરતા મુજબ ટીપાં નાંખવા જરૂરી છે. તેમજ વર્ષમાં 4 થી 6 વખત આંખનું ચેકઅપ પણ થવું જોઈએ.
Que : 5 ડૉક્ટરને બતાવીને મેં આંખ આવ્યા પછી ટીપા ચાલુર્યાં છે અને મારે પહેલાના ઝામરના ટીપા ચાલુ છે, તો મારે હવે બન્ને ટીપા નાખવાના રહેશે?
Ans : 5 હા, આંખ આવેલી હોય એના નવા ટીપા ચાલુ કરીએ તો પણ ઝામરના ટીપા બંધ નથી કરવાના. ઝામર આંખનો એવો રોગ છે કે જેમાં જો એના આંખના ટીપા બંધ કરવામાં આવે તો આંખની નસ કાયમ માટે જતી રહે. બે ટીપા સાથે નાખવાના હોય તો એક બોટલમાંથી એક જ ટીપું નાખ્યાની પાંચ મિનિટ આંખો બંધ કરીને જ પછી બીજી બોટલનું ટીપું નાખવું અને એક બોટલમાંથી એક ટીપા કરતા વધારે નાખવાની જરૂર હોતી નથી.
Que : 6 મારા કુટુંબમાં મારી મમ્મી અને માસી બંનેને ઝામર છે. તો મારે મારી શુંકાળજી લેવી જોઈએ?
Ans : 6 50% કિસ્સામાં ઝામર વારસાગત હોય છે. ઝામર આંખની નસનો એવો રોગ છે કે જેમાં નસ ધીમે-ધીમે સુકાતી જાય છે. સામેનું તો શરૂઆતના તબક્કામાં ચોખ્ખું દેખાય છે પણ સાઈડની નજર કપાતી જાય છે. ના આંખ લાલ થાય છે કે ના પાણી પડે છે કારણ કે મોટા ભાગના ઝામર મીઠા ઝામર છે. શરૂઆતમાં જોવાની તકલીફ ન પડતી હોવાથી ઝામરવાળા 25% લોકોને પહેલી આંખ જતી રહે ત્યારે જ ખબર પડે છે અને કમનસીબ 9-10% વ્યક્તિઓને બંને આંખે ઘણું નુકશાન થયા બાદ ઝામર હોવાની ખબર પડે છે. કમ્પ્લીટ કમ્પ્રેહેન્સિવ આઈ ચેક અપ સાથે ઝામર માટેના સ્પેશ્યલ ટેસ્ટ કરાવીને યોગ્ય સા૨વા૨ કરાવવી જોઈએ. એક વખત નસ મરી ગયા પછી દ્રષ્ટિ પાછી મળતી નથી માત્ર એને વધતા અટકાવી શકાય છે. રેગ્યુલર ચેક અપ કરાવવાથી આંખના ગંભીર રોગો અને અંધત્વથી બચી શકાય છે. આ જાગૃકતા ફેલાવા માટે દર ઓક્ટોબર મહિનામાં વર્લ્ડ સાઈટ ડે ઉજવવામાં આવે છે.
Que : 7 મારી આંખનું પ્રેશર નોર્મલ છે, તો મને જામર હોઈ શકે?
Ans : 7 50%થી વધારે જામર એવા હોય છે કે જેમાં આંખનું દબાણ એટલે કે ઈન્ટ્રા ઓકલ્યુલર પ્રેશર નોર્મલ હોય છે. જામરમાં આંખની નસ સુકાતી જાય છે. અમુક આંખો સેન્સિટિવ હોય છે કે જે લોકોમાં આંખનું પ્રેશર ઓછું હોવા છતાં પણ નસ સુકાતી જતી હોય છે જેને નોર્મલ ટેન્શન અથવા તો લો ટેન્શન ગ્લુકોમા કહે છે. એટલે માત્ર આંખના દબાણના ચેકઅપથી જામરનું નિદાન શક્ય નથી. જામર માટેનું કમ્પ્લીટ કોમ્પ્રિહેંસિવ આઈ ચેકઅપ તેના સ્પેશિયલ ટેસ્ટ વડે અલગથી થવું જોઈએ.
Que : 8 મારા મામાને આંખે ઓછું દેખાય છે અને મારા નાનીએ ઝામરમાં આંખ ગુમાવી હતી. મારી ઉંમર 35 વર્ષની છે અને મને જોવામાં કોઈ તકલીફ નથી પડતી તો શું મારે આઈચેક-અપ કરાવવું જોઈએ?
Ans : 8 ઘણાં બધા રોગો વારસાગત હોય છે, આ વારસાગત રોગોમાંથી ઘણાં બધા રોગોમાં સંકેત દેખાતા નથી. શરૂઆતમાં જોવાની તકલીફ નથી પડતી, આંખ લાલ નથી થતી, પાણી પણ નથી પડતું. આ રોગોની જાણકારી મોટાભાગે રૂટિન આઈ ચેકઅપ વખતે થાય છે. જેથી ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકોએ સમયાંતરે સંપૂર્ણ પૂર્વ વિગત સાથે ટીપાં નાખીને કમ્પ્લિટ કોમ્પ્રીહેન્સીવ આઈ ચેકઅપ કરાવવું જોઈએ. કુટુંબમાં જો કોઈને જામરની તકલીફ થઈ હોય તો આવનારી પેઢીમાં ઝામર થવાની શક્યતા બહુ વધારે હોય છે. ઝામર આંખની નસનો એવો રોગ છે જેમાં અંધાપો આવી શકે છે. જેને પેઈનલેસ પ્રોગ્રેસિવ ઈરિવર્સેબલ લોસ ઓફ વિઝન કહે છે. આ સમસ્યાથી ડરવાની જરૂર નથી સમયસર ટીપાંથી ઝામર મેનેજ થાય છે અને જો તકલીફ વધારે હોય તો જ ઓપરેશન કરાવવું પડે છે. તેમાં પણ જે લોકો રેગ્યુલર અંતરે ચેકઅપ કરાવીને ટ્રીટમેન્ટ કરાવે તો તે લોકો આંખો ગુમાવતાં નથી. બીજી વારસાગત સમસ્યા ડાયાબિટીસ છે. જે પણ કુટુંબમાં ડાયાબિટીસ હોય પરંતુ ચોખ્ખું દેખાતું હોય અને સુગર કંટ્રોલમાં હોય તો પણ ડાયાબિટીસ આંખોને સતાવી શકે છે. આવા લોકોને મોતિયો વહેલો આવે છે, ઝડપથી વધે પણ છે. ઝામર થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે, આંખના પડદા પર સોજો આવે, લોહીના ચકામાં થાય અને પાછળથી દ્રષ્ટિ ઝાંખી થઈ જાય. ડાયાબિટીસના આ મેનીફેસ્ટેશનને સમયસર નિદાનથી આગળ વધતું અટકાવી શકાય છે. તેથી કુટુંબમાં કોઈને વારસાગત બિમારી હોય તો કુટુંબના દરેક વ્યક્તિએ કમ્પ્લિટ કોમ્પ્રીહેન્સીવ આઈ ચેકઅપ અને બોડી ચેકઅપ અચૂક કરાવવું જોઈએ. આ સિવાય બ્લડપ્રેસર, ડાયાબિટીસ કે લોહી પાતળું થવાની દવા ચાલુ હોય તો તેને જાણ ચેકઅપ દરમિયાન ડોકટરને અવશ્ય કરવી.
Que : 9 મને ડાયાબિટીસ છે. મારા કુટુંબમાં મમ્મી અને માસીને આંખમાં ઝામર હતો. તો શું મને ઝામર થઈ શકે?
Ans : 9 ઝામર વારસાગત રોગ છે. અને ડાયાબિટીસવાળી વ્યક્તિ ઓમાં ઝામરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ઝામરમાં સંપૂર્ણપણે આંખની દ્રષ્ટિ જતી રહે છે અને પાછી આવતી નથી . રોગના છેલ્લા તબકકા સુધી સામેની દ્રષ્ટિ ચોખી હોવાથી મોટા ભાગે એનું નિદાન થતું નથી. શરૂઆતમાં નજર ચોખ્ખી હોય, આંખ લાલ પણ ના થતી હોય, આંખમાંથી પાણી પણ ના પડતું હોય, ચોખ્ખું દેખાતું હોય અને ભલે સુગર કંટ્રોલમાં હોય તો પણ આંખમાં ઝામર હોઈ શકે છે. તેથી તમારે તમારી આંખનું ઝામરને અનુલક્ષીને ચેકઅપ કરાવવું જ જોઈએ.
સંપર્ક
અમારી સેવાઓ અને આંખો ના સ્વાસ્થ્ય ની વધુ માહિતી મેળાવવા તેજ આઇ સેન્ટર નો આજે જ +91 7778057500 પર સંપર્ક કરો