લેસિક સર્જરી એટલે દ્રષ્ટિ સુધારવાનો આધુનિક ઉપાય આજના ઝડપી યુગમાં આંખોના ચશ્મા કે લેન્સના ખટકાવાને વિદાય આપવા માટે લોકો લેસિક સર્જરી તરફ વળી રહ્યાં છે. લેસિક (LASIK) એટલે “Laser-Assisted In Situ Keratomileusis”, જે આંખોની દ્રષ્ટિ સુધારવા માટેનો એક સુરક્ષિત અને પેઇનલેસ સારવાર વિધિ છે. તેજ આઈ સેન્ટર માં, આ આધુનિક લેસિક ટેક્નોલોજી દ્વારા હજારો દર્દીઓએ પોતાના દ્રષ્ટિ જીવનમાં ફેરફાર અનુભવ્યો છે. આ બ્લોગમાં આપણે લેસિક સર્જરી શું છે, તેની પ્રક્રિયા, ફાયદા અને યોગ્યતા વિશે વિગતવાર જાણકારી લઈશુંં.
Que : 1 મારા બાળકને 22 વર્ષની ઉંમર છે અને-6 જેટલા નંબર છે. તેના નંબર વધ્યા કરે છે. તો મારે હમણાં લેસિક સર્જરી કરાવવી જોઈએ?
Ans : 1 નંબર બદલાતા હોય તો લેસિક સર્જરી ન કરાવવી જોઈએ. નંબર બદલાવવાનું અટકી ગયા પછીના 6 મહિના સુધી વોચફુલ રહેવાય અને પછી ના વધતા હોય તો લેસિક સર્જરી કરાવી શકાય.
Que : 2 લેસિક સર્જરી કર્યા પછી ચશ્માંના નંબર પાછાં આવે છે ખરાં?
Ans : 2 લેસિક સર્જરી પછી નંબર પાછાં આવે કે નહિ તેની માટેના મુખ્ય માપદંડ આંખની કિકી ની ત્રિજ્યા અને જાડાઈ છે. જો આંખની કીકી ની ત્રિજ્યા અને જાડાઈ નોર્મલ હોય તો ચશ્માંના નંબર પાછાં આવતા નથી. તેથી લેસિક સર્જરી કરાવતા પહેલા ડોક્ટરને બતાવી, આંખની કીકી ની ત્રિજ્યા અને જાડાઈની તપાસ કરાવ્યા પછી જ ડોક્ટરની સલાહ મુજબ લેસિક સર્જરી કરાવવી.
Que : 3 મારી ઉંમર 52 વર્ષની છે. મને નજીક અને દુર એમ બંને નંબર છે. શું લેસિક સર્જરીથી બંને નંબર જતા રહેશે?
Ans : 3 સામાન્ય રીતે લેસિક સર્જરીથી દુર ના નંબર જાય છે. નજીકના નંબર સંપૂર્ણ પણે કાયમ માટે જતા રહેતા નથી. હાલ ઉપલબ્ધ લેસિક સર્જરીથી માયોપિયા એટલે કે માઈનસ નંબર, હાઇપર મેટ્રૉપિયા એટલે કે પ્લસ નંબર અને ત્રાંસા એટલે કે સીલીન્ડર નંબર દૂર કરે છે.પરંતુ ઉમર સાથે આવતા બેતાલા નંબર દૂર થઈ શકતા નથી તેથી હવે લોકો 50 વર્ષની ઉંમર પછી લેસિક અને મોતિયાનું એમ બન્ને ઓપરેશન કરાવવાં કરતા સમયસર મોતિયાનું ઓપરેશન કરવાનું વધારે પસંદ કરે છે, જેમાં અંદર એવા ઈન્ટ્રા ઓક્યુલર લેન્સનું પ્રત્યારોપણ કરવામાં આવે છે જેનાથી નજીક અને દુર એમ બન્ને નંબર જતા રહે છે.
Que : 4 બાળકોમાં નંબર ઉતારવાની લેસિક સર્જરી કરી શકાય?
Ans : 4 લેસિક સર્જરી નંબર ઉતારવા માટેની ટૂંકી સર્જરી છે. એ માત્ર ૧૮ વર્ષની ઉંમર પછી અને નંબર સ્થિર થાય એ પછી જ કરવામાં આવે છે. બાળકોમાં આ સર્જરી કરવામાં આવતી નથી. ૧૨ વર્ષની ઉંમર પછી ચશ્માની જગ્યા એ કોન્ટેક લેન્સ જરૂરથી પહેરી શકે છે જેથી તે પોતાનું હાઇજિન સાચવી શકે. પણ બાળકોએ કોન્ટેક લેન્સ પહેરતાં હાઈજીન સાચવવું જરૂરી છે જેથી બાળકને કોન્ટેક લેન્સ ઈન્ડયુઝડ ઈન્ફેકશન ના થાય.
Que : 5 મારી ઉંમર 28 વર્ષની છે. મારે માઇનસ 8 નંબર છે. મારે લેસિક કરાવી શકાય ?
Ans : 5 લેસિક લેસરથી નંબર ઉતારવાની સર્જરી છે. દાખલ થયા વગર પળભરમાં આ સર્જરી થઈ શકે છે અને બીજા દિવસથી સામાન્ય નિત્યક્રમ શરૂ કરી શકાય છે. જો લેસર સર્જરી નોર્મલ આંખમાં કરવામાં આવે તો સર્જરી પછી નંબર પાછા આવતા નથી. 25% બહારથી નોર્મલ દેખાતી આંખોની કીકીની જાડાઈ, કીકીનો આકાર અને ડોળાની લંબાઈ નોર્મલ હોતી નથી. આવી આંખોમાં જો નંબર ઉતારવાની સર્જરી કરવામાં આવે તો નંબર પાછા આવે છે તેથી આવા લોકો માટે આ સર્જરી હિતાવહ નથી. આંખના નંબરમાં 6 મહિનાથી સતત ફેરફાર ન થયો હોય ત્યારે જ લેસર સર્જરી કરાવવી જોઈએ. સર્જરી કર્યા પછી પણ માઇનસ નંબરવાળી દરેક વ્યક્તિએ દર વર્ષે આંખના પડદાની તપાસ કરાવવી જોઈએ.
Que : 6 મારી ઉંમર 42 વર્ષ છે. મને ચશ્માના માઈનસ નંબર છે. મારે લેસિક સર્જરી કરાવવી છે. પણ ડોકટર કહે છે હું લેસિક સર્જરી માટે ફીટ નથી. તો હું ક્લિયર લેન્સ એક્ષચેન્જ કરાવી શકું? એમાં મને શું ફાયદો?
Ans : 6 લેસિક એ ચશ્માના નંબર ઉતારવા માટેની વર્લ્ડ સ્ટાન્ડર્ડ પ્રોસીઝર છે જે એકદમ સુરક્ષિત છે. જેમાં આંખની કીકીને લેઝર આપીને ચશ્માના નંબર ઉતારી દેવામાં આવે છે. ઘણી આંખોમાં કીકી નોર્મલ કરતાં વધુ પાતળી હોય છે અને આવા લોકોને જો લેઝર કરીને નંબર ઉતારવામાં આવે તો તેમને ચશ્માના નંબર પાછા આવે છે અને કેરેટોકોનસ થવાનું જોખમ રહે છે. આવું વધુ પડતાં માઈનસ નંબરવાળા લોકોમાં કે વધુ પડતુ ત્રાંસા નંબ૨વાળા લોકોમાં જોવા મળે છે. જો તમારે ચશ્માના નંબર ઊતરાવવા જ હોય તો એક વિકલ્પ ફેકિક લેન્સ મુકાવવાનો પણ છે પરંતુ તે આંખ માટે સુરક્ષિત નથી. સરખામણીમા કાં તો તમે રાહ જોઈ શકો અથવા તો ક્લિયર લેન્સ એક્ષચેન્જનું ઓપરેશન કરાવી શકો. એ જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. જેમાં ઇન્ટ્રાઓક્યુલર લેન્સ મૂકવામાં આવે તો ચશ્મા વગર નજર ચોખ્ખી થઈ જાય છે. ઉપરાંત ભવિષ્યમાં મોતિયાના ઓપરેશનનો પ્રશ્ન પણ નથી રહેતો. સામાન્ય રીતે પણ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પ્રેક્ટિકલી પણ લેસિક સર્જરી કરાવવાને બદલે આંખની અંદરનો લેન્સ બદલાવીને દ્રષ્ટિ પાછી મેળવવી વધારે હિતાવહ છે. આંખની અંદરના લેન્સમાં મોર્ડન મલ્ટિફોકલ લેન્સ મૂકાવવો જોઈએ. એક્સ્ટડેડ ડેપ્થ ઓફ ફોકસ અથવા ટ્રાયફોકલ લેન્સ રિંગવાળા હોય છે જે નજીક દૂર અને અધવચ્ચે એટલે કે કોમ્પ્યુટર ડિસ્ટન્સ પર પણ ફોકસ કરી શકતા હોય છે. આ સર્જરી ખૂબ જ સુરક્ષિત છે. કોઈ પ્રકારની પરેજી નથી હોતી. એટલે દેશ વિદેશના લોકો ભારત આવીને આવા પ્રકારની સર્જરી કરાવતા હોય છે કારણ કે ભારત બહાર મલ્ટિફોકલ ઈન્શ્યોરન્સમાં કવરેજ નથી.
Que : 7 મારી ઉંમર 21 વર્ષની છે. મને -8 નંબર છે. શું હું લેસિક સર્જરી કરાવી શકું ? શું ચશ્માના નંબર પાછા આવશે ?
Ans : 7 લેસિક સર્જરી ચશ્માના નંબર ઉતારવાની સર્જરી છે. આંખની રચના જો નોર્મલ હોય, અને તેને અનુરૂપ આંખના નંબર દૂર કરવાની લેસર ક્રિયા કરવામાં આવે તો નંબર પાછા આવતા નથી. દાખલ થવું પડતું નથી અને બીજા દિવસે તરત જ રોજિંદા કામ પર લાગી જવાય છે.25% આંખો એવી હોય છે કે જે બહારથી નોર્મલ દેખાય પણ અંદરથી નોર્મલ હોતી નથી. આંખની કીકીની જાડાઈ, કીકીની ત્રિજ્યા, આંખના ડોળાની લંબાઈ, અને આંખના પડદાની અને અંદરના અવયવોની રચના જો નોર્મલ લિમિટની અંદર હોય તો લેસિક સર્જરી કરાવવી જોઈએ. તે એકદમ સુરક્ષિત છે. એટલે આંખને સંપૂર્ણપણે લેઝર ઇન્ફેરોમેટ્રી મશીનથી માપવામાં આવે છે અને ત્યારબાદ જ નક્કી કરવામાં આવે છે કે આંખ માટે એ સુરક્ષિત છે કે નહીં.
Que : 8 મારા બાળકને -7 નંબર છે અને નંબર વધતાં જાય છે. તેની ઉંમર 14 વર્ષની છે. તો શું તેની લેઝર સર્જરી કરાવીને ચશ્માના નંબર ઉતરાવી શકું?
Ans : 8 લેઝર સર્જરી હાલના જે ચશ્માના નંબર છે તેને દૂર કરી શકે છે. બાળકની 14 વર્ષની ઉંમરે તેની આંખની રચના બદલાય શકે છે, ડોળાની લંબાઈ, કીકીની ત્રિજ્યા બદલાઈ શકે છે, ચશ્માના નંબર પણ બદલાઈ શકે છે. તેથી બાળક પુખ્તવય એટલે કે 18 વર્ષનું ના થાય ત્યાં સુધી સર્જરી ના કરાવવી જોઈએ. એકવાર 18 વર્ષની ઉંમર થાય અને ચશ્મા નંબર સ્ટેબલ થાય પછી જ સર્જરી કરાવવી જોઈએ.
સંપર્ક
અમારી સેવાઓ અને આંખો ના સ્વાસ્થ્ય ની વધુ માહિતી મેળાવવા તેજ આઇ સેન્ટર નો આજે જ +91 7778057500 પર સંપર્ક કરો