આંખો ની દ્રષ્ટિભ્રમ ત્રુટિ એ એવી દૃષ્ટિ સમસ્યા છે જેમાં આંખ પ્રકાશને યોગ્ય રીતે ફોકસ ન કરી શકે, જેના કારણે દૃષ્ટિ ધૂંધળી દેખાય છે. આમાં નજદીકની દૃષ્ટિની સમસ્યા (માયોપિયા), દૂરની દૃષ્ટિની સમસ્યા (હાઈપરોપિયા), અસટિગ્મેટિઝમ અને પ્રેસબાયોપિયા જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. તેજ આઈ સેન્ટર આ તમામ પ્રકારની રેફ્રેક્ટિવ ખામીઓને આધુનિક તકનીક અને અનુભવી ઓપ્થાલ્મોલોજિસ્ટ્સ દ્વારા અસરકારક રીતે સારવાર આપે છે.
Que : 1 મને નજીકનું જોવામાં તકલીફ પડે છે. આંખની હોસ્પિટલમાં જાઉં તો ટીપાં નાખીને નંબર તપાસે છે જેમાં એક-બે કલાક સુધી ઝાંખું દેખાય છે. તો હું ચશ્માની દુકાને જઈને ચશ્મા ખરીદી લઉં તો ચાલે?
Ans : 1 નજીકનાં ચશ્મા ચશ્માની દુકાનેથી ચોક્કસપણે લઈ શકાય પરંતુ આંખનું કમ્પ્લિટ કોમ્પ્રીહેંસીવ ડાઈલેટેડ આઈ એક્ઝામીનેશન એટલે કે આંખની મશીનો વડે થતી વિસ્તૃત તપાસ સમયસર કરાવવી જ જોઈએ. ઓછામાં ઓછા જીવનના બીજા દાયકામાં બે વાર, ત્રીજા દાયકામાં ત્રણ વાર, ચોથા દાયકામાં ચાર વાર અને પછી વર્ષે વર્ષે. કમ્પ્લિટ ડાઈલેટેડ આઈ ચેક-અપ ના કરાવવાથી દર વર્ષે ઘણા લોકો આંખ ગુમાવે છે જે દ્રષ્ટિ ફરીથી પાછી મેળવી શકાતી નથી. સમયસર ચેકઅપ કરાવી રોગનું નિદાન કરવવાથી ૮૦% આંખનો અંધાપો અટકાવી શકાય છે.
Que : 2 મારા બાળકને - 6.00 નંબર છે સમયાંતરે તેમાં વધારો થયા કરે છે. તો શું નંબર વધ્યા જ કરશે? આ સમસ્યાનો કોઈ ઈલાજખરો?
Ans : 2 હાઈ માયોપિયા વારસાગત હોઈ શકે છે. હાઈટમાં ઊંચા મા-બાપના બાળકો જેમ ઊંચા હોય એમ જે કુટુંબમાં આંખના ચશ્માંના માઇનસ નંબર હોય એવા બાળકોને માઇનસ નંબર આવવાની શક્યતા વધુ હોય છે. આવા બાળકોમાં અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા બાળકોમાં ઉંમર વધે તેમ ચશ્માંના માઈનસ નંબર વધતાં જોવા મળે છે. આવા બાળકોએ આંખને સતત સ્ટ્રેસ ના પડે તે માટે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. મોટી સ્ક્રીન એટલે કે મોબાઈલને બદલે લેપટોપ કે ટેબલેટ પર કામ કરવું જોઈએ. ઈનડોર સ્ક્રીન પર રમવાને બદલે શક્ય હોય તો આઉટડોર ગેમ્સ પર વધુ ધ્યાન આપવું જોઈએ. સ્વિડનનો એક સર્વે એવું કહે છે કે સવારનો તાપ આ પ્રકારના નંબર ના વધે તેના માટે મહત્વપુર્ણ ભાગ ભજવે છે. બહાર જઈને જો બાળક રમે તો દિવસનો પ્રકાશ મળી રહે છે, આંખના મસલ્સ નજીકનું ફોકસ ના કરતાં હોય એટલે નંબર વધવાની શક્યતા ઘટી જાય છે. આવા બાળકોને આહારમાં એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર રંગીન ફળો અને શાકભાજી જેવાં કે ગાજર, ટામેટાં, આમળાં, કલર્ડ કેપ્સિકમ, બ્રોકોલી, જાંબુ, કેરી વગેરેનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ . માઈનસ નંબર વધતો અટકાવવા માટે રેગ્યુલર આઈચેકઅપ ઉપરાંત વિઝન થેરાપી હવે ઉપલબ્ધ છે. જો બાળકને એક્ઝિયલ માયોપિયા હોય તો માયોપિયા કંટ્રોલ પ્રોગ્રામનો સહારો લેવો જોઈએ કે જેમાં આંખની વિઝન થેરાપી અને સ્પેશિયલ પ્રકારના આઈ ડ્રોપ વડે તેની વધતી નંબરની માત્રાને કંટ્રોલમાં લાવી શકાય છે.
Que : 3 મારા બાળકની દ્રષ્ટિ સારી છે પરંતુ અવાર નવાર તે માથું દુઃખવાની ફરિયાદ કરે છે. તો શું મારા દીકરાને ચશ્માંનાં નંબર હોઈ શકે છે?
Ans : 3 ઘણીવાર આપણને દ્રષ્ટિ સારી હોય એમ લાગે છે, પણ અવારનવાર માથું દુઃખાવાનું કારણ ચશ્માંનાં નંબર હોઈ શકે છે. હાઈપરમેટ્રોપિયા એટલે કે પ્લસ નંબ૨વાળા બાળકોને નજર ચોખ્ખી કરવાં સતત ફોકસ કરવું પડતું હોય છે. સતતપણે આંખના સ્નાયુને ભાર આપીને તે ચોખ્ખું જોઈ શકે છે, પરંતુ આંખના મસલ્સ ૫૨ સતત ભાર પડવાના કારણે ઘણીવાર માથું દુઃખતું હોય છે. કોઈક વાર તો એટલું વધારે પ્રમાણમાં માથું દુઃખે છે કે ઘણાં બાળકો ફિઝિશિયન, ન્યુરો ફિઝિશિયન કે મનોચિકિત્સકને કન્સલ્ટ કરતાં હોય છે પણ નજર ચોખ્ખી હોવાને લીધે આંખના ડોકટરને બતાવવાનો વિચાર પણ સામાન્યતઃ નથી આવતો. આવા બાળકમાં +0.5 કે +0.75 જેટલા નજીવા નંબર હોય તો પણ સતત ચશ્માં પહેરી રાખવા જોઈએ જેથી નજર પણ ચોખ્ખી રહે, માથું પણ ના દુઃખે અને બાળકો ધ્યાનથી ભણી શકે.
Que : 4 મારા બાળકની આંખો ત્રાંસી છે. ઉપરાંત, તેને નાનપણથી ચશ્માંના નંબર છે પરંતુ રેગ્યુલર ચશ્માં નથી પહેરતો. આંખના ચેકઅપ માટે જ્યારે આંખમાં દવા નાંખે છે ત્યારે મારા બાળકની બે અઠવાડિયા સુધી કીકી પહોળી રહે છે અને બાળકને ઝાંખું દેખાય છે. તો આ સિવાય આ સમસ્યાનો કોઈ બીજો ઈલાજ ખરો?
Ans : 4 તમારા બાળકની આંખો ત્રાંસી છે અને જાડા નંબર છે. આવા બાળકને કમ્પ્લીટ સાયક્લોપ્લેજિયા એટલે કે નજીકના જોવાના મસલ્સને દવાથી શિથિલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા કરવામાં આવે તો જ બાળકની આંખના સાચા નંબરની જાણ થાય છે અને તેનાથી જ ત્રાંસી આંખોની સારવાર થાય છે. આંખના નંબર તપાસવા માટે, ત્રાંસી આંખોને સીધી કરવા માટે અને આંખને જોતી કરવા માટે આ તપાસ અત્યંત આવશ્યક છે, તેને ટાળવી ન જોઈએ. દિવાળી કે ઉનાળાના વેકેશનમાં આ તપાસ કરાવવી જેથી બાળકનું ભણવાનું ન બગડે.
Que : 5 બાળકનાં નંબર ક્યારે ચેક કરાવવાં જોઈએ?
Ans : 5 માયોપિયાની સમસ્યામાં માઇનસ નંબરનું પ્રમાણ બાળકોમાં વધતું જાય છે. એક ડેટા પ્રમાણે 2050 સુધીમાં પચાસ ટકા બાળકો માઇનસ નંબરથી પીડાતા હશે. ઘણી વાર બાળકો જાતે કમ્પલેઈન નથી કરતાં જેથી જ્યારે પરિક્ષાનું રિઝલ્ટ ઓછું આવે ત્યારે તેનું કારણ પૂછતાં જાણવાં મળે છે કે બાળકને ઘણાં સમયથી ઓછું દેખાય છે. આ સમસ્યાથી પીડાતા બાળકને જ્યારે પહેલી વખત ચશ્માં પહેરવાનાં આવે ત્યારે ચશ્માંના નંબર -૩ કે એનાથી વધારે હોય એવું ઘણી વાર જોવા મળે છે. બાળક આંખો પટપટાવે, આઈ સ્ટ્રેન થાય, માથું દુ:ખે, ટીવી નજીક જઈને જોવે, ક્લાસરૂમમાં બ્લેક બોર્ડને બદલે બાજુવાળાની ચોપડીમાંથી જોઈને લખે, આંખો ત્રાંસી કે જીણી કરીને જુએ, માથું ત્રાંસુ કરીને જુએ, ઈન-ડોર એક્ટિવિટીઝ કરવાનું વધારે પસંદ કરે વગેરે જેવા લક્ષણો દર્શાવે છે કે બાળકને આંખના નંબર હોઈ શકે છે. બાળકોનો આહાર અચૂક હેલ્ધી હોવો જોઈએ. લીલા ઘાસમાં ચાલવાથી, આંખમાં લીમડાનો અર્ક નાંખવાથી તેમજ મેષ આંજવાથી ચશ્માંના નંબર પર કોઈ અસર થતી નથી. જેથી અમુક સમયાંતરે બાળકોનું વિઝન ચેક કરાવતું રહેવું જોઈએ. વિઝન હંમેશા બંને આંખમાં વારાફરથી એક-એક આંખ બંધ કરીને જ લેવું જોઈએ. બાળક દૂરથી જોઈ શકતું હોય કે દૂરથી વાંચી શકતું હોય તો બાળકને નંબર ન હોવાની શક્યતા છે. જ્યારે બંને આંખનું વિઝન ભિન્ન મળે છે અથવા બાળક નજીક જઈને ટીવી જોવે છે તો બાળકની આંખનું ચેકઅપ અચૂક કરાવવું જોઈએ.
Que : 6 મારા બાળકને - 6.00 નંબર છે સમયાંતરે તેમાં વધારો થયા કરે છે. તો શું નંબર વધ્યા જ કરશે? આ સમસ્યાનો કોઈ ઈલાજખરો?
Ans : 6 હાઈ માયોપિયા વારસાગત હોઈ શકે છે. હાઈટમાં ઊંચા મા-બાપના બાળકો જેમ ઊંચા હોય એમ જે કુટુંબમાં આંખના ચશ્માંના માઈનસ નંબર હોય એવા બાળકોને માઇનસ નંબર આવવાની શક્યતા વધુ હોય છે. આવા બાળકોમાં અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા બાળકોમાં ઉંમર વધે તેમ ચશ્માંના માઈનસ નંબર વધતાં જોવા મળે છે. આવા બાળકોએ આંખને સતત સ્ટ્રેસ ના પડે તે માટે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. મોટી સ્ક્રીન એટલે કે મોબાઈલને બદલે લેપટોપ કે ટેબલેટ પર કામ કરવું જોઈએ. ઈનડોર સ્ક્રીન પર રમવાને બદલે શક્ય હોય તો આઉટડોર ગેમ્સ પર વધુ ધ્યાન આપવું જોઈએ. સ્વિડનનો એક સર્વે એવું કહે છે કે સવારનો તાપ આ પ્રકારના નંબર ના વધે તેના માટે મહત્વપુર્ણ ભાગ ભજવે છે. બહાર જઈને જો બાળક રમે તો દિવસનો પ્રકાશ મળી રહે છે, આંખના મસલ્સ નજીકનું ફોકસ ના કરતાં હોય એટલે નંબર વધવાની શક્યતા ઘટી જાય છે. આવા બાળકોને આહારમાં એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર રંગીન ફળો અને શાકભાજી જેવાં કે ગાજર, ટામેટાં, આમળાં, કલર્ડ કેપ્સિકમ, બ્રોકોલી, જાંબુ, કેરી વગેરેનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ . માઈનસ નંબર વધતો અટકાવવા માટે રેગ્યુલર આઈચેકઅપ ઉપરાંત વિઝન થેરાપી હવે ઉપલબ્ધ છે. જો બાળકને એક્ઝિયલ માયોપિયા હોય તો માયોપિયા કંટ્રોલ પ્રોગ્રામનો સહારો લેવો જોઈએ કે જેમાં આંખની વિઝન થેરાપી અને સ્પેશિયલ પ્રકારના આઈ ડ્રોપ વડે તેની વધતી નંબરની માત્રાને કંટ્રોલમાં લાવી શકાય છે
Que : 7 મારા બાળકને ત્રાંસા નંબર છે તો શું તેની દ્રષ્ટિ જવાનો ભય ખરો ?
Ans : 7 સિલિન્ડર નંબરવાળી આંખોમાં જો કીકીનો આકાર અને કીકીની જાડાઈ નોર્મલ હોય તો દ્રષ્ટિ જવાનો કોઈ ભય હોતો નથી. પરંતુ આમાંથી ઘણા બાળકોને કીકી પાતળી પડે છે અને કીકી ધીમે ધીમે શંકુ આકારની થતી જાય છે. આ રોગને કેરેટોકોનસ કહે છે. આવી વ્યક્તિઓમાં ત્રાંસા નંબર વધતા જાય છે. શરૂઆતના તબક્કામાં ચશ્માના નંબર બદલવાથી ચોખ્ખું દેખાય છે. પરંતુ આવી આંખોમાં પાછળથી આવી આંખોમાં ચશ્માના નંબર બદલવા છતાં પણ નજ૨ ચોખ્ખી રહેતી નથી. એટલે ત્રાંસા નંબરવાળી દરેક વ્યક્તિએ કીકીનો આકાર ચેક કરાવવો જોઈએ. કેરેટોકોનસનું નિદાન સમયસર કરવાથી આંખની દ્રષ્ટિ જતી અટકાવી શકાય છે. એ ટેસ્ટને ટોપોગ્રાફી/પેકીમેટ્રી પેન્ટાકેમ ટેસ્ટ કહે છે જે કીકીના બહારના અને અંદરના લેયરની ત્રિજ્યા માપે છે. કેરેટોકોનસની બીમારીને કોલેજન ક્રોસલીંકીંગ નામની ટચૂકડી સર્જરી કરીને આગળ વધતી અટકાવી શકાય છે. ક્યારેક આવા કિસ્સામાં રોગ વધી ગયો હોય તો કીકીનું પ્રત્યારોપણ એટલે કે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ પણ કરવું પડે છે. યોગ્ય સમયે આંખનું ચેકઅપ આ બીમારીને આગળ વધતી અટકાવી શકે છે. જો અટકાવી દઈએ તો પણ દર વર્ષે બે વાર આંખનું ચેકઅપ અંધાપો આવતો અટકાવી શકાય છે. આ સાથે ઘણા ત્રાંસા નંબરવાળી આંખોમાં બાળકને આંખો ચોળવાની કંપલેઇન હોય છે. આવા બાળકોમાં એલર્જી વધારે માત્રામાં જોવા મળતી હોય છે. એટલે ખાસ કરીને જેટલા બાળકોને વારે વારે આંખ લાલ થતી હોય, આંખો ચોળવાનું મન થતું હોય એવા દરેક બાળકનું કેરેટોકોનસ માટેનું સ્ક્રિનિંગ થવું જોઈએ સાથે ખાસ કમ્પ્લીટ કોમ્પ્રિહેંસીવ ડાયલેટેડ આઈ ચેકઅપ કરાવવું જોઈએ. ચશ્માના નંબર સાચા હોવાની સાથે ચશ્મા જે રીતે બને છે તે ટેક્નિકલી સાચા હોવા પણ ખૂબ જરૂરી છે. સેન્ટ્રેશન, ટિલ્ટ, વાંકી ના થઈ જાય એવી ફ્રેમ, લેન્સનો પ્રકાર વગેરે જેવા ગુણો પર ચશ્મા બનાવતી વખતે ધ્યાન આપવું જોઈએ.
Que : 8 મારા બાળકને ચશ્માના +0.5 જ નંબર છે. તેને ચશ્મા વગર પણ ચોખ્ખું દેખાય છે. તો તેણે ચશ્મા પહેરવા જરૂરી છે?
Ans : 8 (પ્લસ) નંબર એટલે હાયપરમેટ્રોપિયા. આવા બાળકને નજીક અને દૂર બંને +0.૫ ચશ્માના નંબરમાં ચોખ્ખું તો દેખાય છે પણ આંખના મસલ્સ ખેંચાઈને દેખાતું હોય છે. જેને લીધે માથું દુખ્યા કરતું હોય છે અને શાળામાં ભણવામાં બેધ્યાન થઈ જતાં હોય છે. સતત ચશ્મા પહેરી રાખવાથી નજર તો સાફ રહે જ છે પણ આંખના સ્નાયુઓ પર ખેંચાણ નથી રહેતું અને કોઈ તકલીફ વગર ચોખ્ખુ વાંચી શકે છે. તેથી આ ચશ્મા સતત પહેરવા જરૂરી છે અને સાથે બાળકનું દર 6 મહિને આંખનું ચેકઅપ થવું પણ જરૂરી છે. ઘણી વાર +(પ્લસ) નંબર પાછળથી ઓછા થતાં હોય છે.
Que : 9 મને ત્રાંસા એટલે કે સિલિન્ડર નંબર છે. તો શું ચશ્મા પહેરી રાખવા જરૂરી છે ? મારી આંખ કોઈ ત્રુટિવાળી છે?
Ans : 9 સિલિન્ડર એટલે કે એસ્ટીગમાટીઝમ જેમાં ગોળ સપાટી ચપટી દેખાય. સિલિન્ડર નંબરમાં બાળક “ક”ને “3” વાંચે અને “ન” ને “ત” વાંચે, ”m” અને “n“માં અક્ષરોની ઓળખાણ ચૂકી જાય એવું થતું હોય છે. ચશ્મા ના પહેરે તો દેખાય તો છે, પણ આવા બાળકો ગણિતમાં ભૂલ કરે છે, ચશ્મા ના પહેરવાથી ખાસ કરીને માથું દુખે,ભમર ખેંચાય, તેથી ચશ્મા પહેરી રાખવા જરૂરી છે. આવા બાળકોમાં ખાસ ટોપોગ્રાફી એટલે કે આંખના કીકી નો આકાર અને જાડાઈ માપીને કેરેટોકોનસ નથી ને તે ચેક કરાવવું જોઈએ. એ કીકીની એવી બીમારી છે કે જેમાં કીકી નો આકાર ગોળાકાર ને બદલે કોનીકલ થઈ જાય છે, તેથી આવા બાળકોનું ખાસ કમ્પ્લીટ કોમ્પ્રિહેંસીવ ડાયલેટેડ આઈ ચેકઅપ કરાવવું જોઈએ તેનાથી ચશ્માના સાચા નંબર ખબર પડે છે. ચશ્માના નંબર સાચા હોવાની સાથે ચશ્મા જે રીતે બને છે તે ટેક્નિકલી સાચા હોવા પણ ખૂબ જરૂરી છે. સેન્ટ્રેશન, ટિલ્ટ, વાંકી ના થઈ જાય એવી ફ્રેમ, લેન્સનો પ્રકાર લેન્સ તૂટી ને વાગી ના જાય તેવા લેન્સ વપરાય તે વધુ હિતાવહ છે તેથી લેન્સનો પ્રકાર, વગેરે જેવા ગુણો પર ચશ્મા બનાવતી વખતે ધ્યાન આપવું જોઈએ.
Que : 10 ચશ્માના નંબર આવે નહીં એ માટે મારે શું કરવું જોઈએ?
Ans : 10 મોબાઈલના વધુ પડતા વપરાશથી ઘણા બાળકોમાં માઈનસ નંબરનું પ્રમાણ વધતું જોવા મળે છે. હોમવર્ક ઓનલાઈન ના હોય ત્યારે પુસ્તકમાંથી જોઈને કરવામાં આવે તો આંખને સ્ટ્રેઇન ઓછું પડે છે અને નંબર વધવાની શક્યતા ઓછી રહે છે. ઘણા બાળકોની ડિજિટલ ડિવાઈસને સતત ચહેરાની નજીક રાખીને વા૫૨વાની આદતને કારણે દર વર્ષે નંબર આવતા જોવા મળે છે, જેની સંખ્યા કોવિડ પછી વધી છે. જો આવા વપરાશનાં કલાકો કન્ટ્રોલ કરવામાં આવે તો નંબર વધવાની શક્યતા ઓછી રહે છે. જેમને વધારે નંબર છે અને જેમની દ્રષ્ટિમાં ખામી છે એમને વિઝન થેરાપી એટલે કે આંખોની કસરત અને આઈ ડ્રોપ્સથી ઝડપથી વધતા નંબર અટકાવી શકાય છે. આવા બાળકો બહાર રમવા નથી જતા, મોબાઈલમાં વધુ સમય રહે છે, આંખો વધારે પટપટાવે છે, બોર્ડની નજીક જઈને વાંચવાનો પ્રત્યન કરે છે, ટીવી નજીક જઈને જુવે છે, માથું દુઃખવાની કંમ્પ્લેઇન કરે છે, માથું ત્રાંસું કરીને જુવે છે, આ સામાન્ય લક્ષણો છે કે જે બાળકને પોતાને ખ્યાલ નહિ આવે એટલે જાતે કંમ્પ્લેઇન નહિ કરે પણ પેરેન્ટ્સ જ આ લક્ષણો ઓબઝર્વ કરી શકે છે. જો બાળકમાં આવા કોઈ પણ લક્ષણ દેખાય તો તે બાળકનું તાત્કાલિક ચેકઅપ કરાવવું જોઈએ, નહીંતર પણ અત્યારના સમયમાં જ્યારથી બાળકનું ભણવાનું ચાલુ થાય ત્યારથી વર્ષમાં બે વખત બાળકનું આઈચેકઅપ થવું જરૂરી છે. જેનાથી બાળકને સમયસર ચશ્મા આપી શકાય અને બાળકનું ભણવાનું બગડે નહિ. આ સિવાય ખાવામાં જંક ફૂડની માત્રા લિમિટેડ અને રાયણ, ફાલસા, કેરી, પપૈયું જેવા સિઝનલ કલર્ડ ફ્રૂટ્સ, લીલા શાકભાજી અને દૂધનો સમતોલ આહાર લેવો જોઈએ.
Que : 11 મારી ઉંમર 45 વર્ષની છે. મને આમ કોઈ જોવામાં તક્લીફ નથી પડતી. ચોખ્ખું દેખાય છે, ગ્લેર નથી આવતી, ખાલી નજીકનું જીણું જોવામાં તકલીફ પડે છે. તો હું ચશ્માની દુકાનેથી નજીકનાં ચશ્મા લઈ લઉં તો ચાલે ?મારે આંખનું ચેકઅપ કરાવવું જરૂરી છે?
Ans : 11 80% આવતો અંધાપો અટકાવી શકાય પણ સમયસર સાવચેતીનાં પગલાંથી!!! આંખનાં અમુક રોગો જેવા કે જામર, આંખનો પડદાની ડાયાબિટીસ કે અન્ય અમુક રોગો એવા છે કે જેમાં સાવ શરૂઆતના તબક્કામાં સાવ ચોખ્ખું દેખાય છે. નથી આંખ લાલ થતી કે નથી પાણી પડતું. અને તેથી મોટા ભાગના લોકો તકલીફ પડે ત્યારે આઈ ચેકઅપ કરાવવા જાય છે અને ત્યારે ઘણું મોડુ થઈ ગયું હોય છે. શરૂઆતના તબક્કામાં ખબર નથી પડતી જ્યારે બેતાળાના ચશ્મા આવે એ જીવનનો એક ઉત્તમ તબક્કો છે કે જ્યારે આંખનું કમ્પ્લીટ કોમ્પ્રિહેંસિવ ડાયલેટેડ આઈ એક્ઝામિનેશન કરાવવું જ જોઈએ જેથી આંખના અંદર રહેલા રોગોની સમયસર જાણ થાય અને અંધાપો આવતો નિવારી શકાય. જીવનના બીજા દાયકામાં બે વાર, ત્રીજા દાયકામાં ત્રણ વાર અને ચોથા દાયકામાં ચાર વાર અને પછી દર વર્ષે કમ્પ્લીટ કોમ્પ્રિહેંસિવ ડાયલેટેડ આઈ ચેકઅપ ખાસ કરાવવું જોઈએ. આ ચેકઅપ કરાવતી વખતે જામર કે ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તો તમારા આંખના ડોક્ટરને એની અવશ્ય જાણ કરવી જોઈએ. BP કે ડાયાબિટીસની દવાઓ ડોક્ટરની સૂચના વગર ક્યારેય બંધ ના કરવી જોઈએ. જામર ના ટીપાં નાખતા હોવ તો એની અચૂક જાણ કરવી જોઈએ.
Que : 12 મારા બાળકને લેઝી આંખ એટલે કે એક આંખ કાચી છે. એની ઉંમર 12 વર્ષની છે. તો શું મારૂ બાળક એ આંખ જોતું થઈ જશે ?
Ans : 13 બહુ ઓછા લોકોને ખબર હોય છે 10માંથી 1 બાળકો કાચી આંખવાળા એટલે લેઝી અથવા એમ્બ્લાયોપિક આંખવાળા હોય છે. જેમની એક આંખ નોર્મલ હોય છે અને બીજી આંખ નોર્મલ દેખાતી હોય છે પણ અંદરથી કામ કરવામાં એટલે કે જોવામાં નોર્મલ નથી હોતી. એ +8 કે –7 જેવા નંબરવાળી હોય છે. જ્યારે બંને આંખ સરખી નથી હોતી ત્યારે એક આંખ જે નોર્મલ હોય છે તે ડોમિનન્ટ રહે છે અને જે બીજી આંખ હોય કે જે નબળી છે એનો પૂરતો વિકાસ થવા દેતી નથી. જો 12 વર્ષની ઉંમર પહેલા આવી આંખને પ્રોપર ચશ્મા આપીને, આંખની કસરત કરીને નજર મજબૂત કરવામાં ન આવે તો આ આંખ કાયમ કે માટે નબળી જ રહે છે તેથી જ બાળકનું સમયસર આઈ ચેકઅપ થવું બહુ જરૂરી છે.
Que : 14 મારે ત્રાંસા એટલે કે સિલિન્ડર નંબર છે, મારે હવે મોતિયાનું ઓપરેશન કરવાનું છે. મોતિયાના ઓપરેશન બાદ મારે આંખમાં ટોરીક પ્રકારનું નેત્રમણિ મુકાવવું જોઇએ?
Ans : 14 હાલ પચાસ ટકા કરતા વધારે લોકોમાં ત્રાંસા એટલે કે સિલિન્ડર નંબર હોય છે. જેમ દરેક હાથની ફિંગર પ્રિન્ટ અલગ હોય છે, એમ દરેક આંખની વિઝન પ્રિન્ટ અલગ હોય છે. ત્રાંસા અથવા સિલિન્ડર નંબરને સુધારનાર લેન્સને ટોરીક લેન્સ કહે છે. જે આંખમાં ત્રાંસા નંબર હોય છે એ આંખમાં જો ટોરીક લેન્સ મુકવામાં આવે તો ઓપરેશન પછી નજર સ્પષ્ટ અને ધારદાર મળી શકે છે. હા, ટોરીક લેન્સ ના મુકાવો તો ચશ્મા પહેરી શકાય છે પરંતુ જો ટોરીક લેન્સ મુકાવ્યો હોય તો નજરની સ્પષ્ટતા અને ધારદારપણું એ વધુ સારા હોય છે. ટોરીક લેન્સથી ઓપરેશન બાદ નજરને ચોખ્ખાઈ અને ધાર બંને મળી રહે છે અને દૂરની નજર માટે ચશ્મા પર આધાર રાખવો પડતો નથી એટલે ટોરીક જ મુકાવવો જોઈએ.
Que : 15 ચશ્માના નંબર આવે નહીં એ માટે મારે શું કરવું જોઈએ?
Ans : 15 મોબાઈલના વધુ પડતા વપરાશથી ઘણા બાળકોમાં માઈનસ નંબરનું પ્રમાણ વધતું જોવા મળે છે. હોમવર્ક ઓનલાઈન ના હોય ત્યારે પુસ્તકમાંથી જોઈને કરવામાં આવે તો આંખને સ્ટ્રેઇન ઓછું પડે છે અને નંબર વધવાની શક્યતા ઓછી રહે છે. ઘણા બાળકોની ડિજિટલ ડિવાઈસને સતત ચહેરાની નજીક રાખીને વા૫૨વાની આદતને કારણે દર વર્ષે નંબર આવતા જોવા મળે છે, જેની સંખ્યા કોવિડ પછી વધી છે. જો આવા વપરાશનાં કલાકો કન્ટ્રોલ કરવામાં આવે તો નંબર વધવાની શક્યતા ઓછી રહે છે. જેમને વધારે નંબર છે અને જેમની દ્રષ્ટિમાં ખામી છે એમને વિઝન થેરાપી એટલે કે આંખોની કસરત અને આઈ ડ્રોપ્સથી ઝડપથી વધતા નંબર અટકાવી શકાય છે. આવા બાળકો બહાર રમવા નથી જતા, મોબાઈલમાં વધુ સમય રહે છે, આંખો વધારે પટપટાવે છે, બોર્ડની નજીક જઈને વાંચવાનો પ્રત્યન કરે છે, ટીવી નજીક જઈને જુવે છે, માથું દુઃખવાની કંમ્પ્લેઇન કરે છે, માથું ત્રાંસું કરીને જુવે છે, આ સામાન્ય લક્ષણો છે કે જે બાળકને પોતાને ખ્યાલ નહિ આવે એટલે જાતે કંમ્પ્લેઇન નહિ કરે પણ પેરેન્ટ્સ જ આ લક્ષણો ઓબઝર્વ કરી શકે છે. જો બાળકમાં આવા કોઈ પણ લક્ષણ દેખાય તો તે બાળકનું તાત્કાલિક ચેકઅપ કરાવવું જોઈએ, નહીંતર પણ અત્યારના સમયમાં જ્યારથી બાળકનું ભણવાનું ચાલુ થાય ત્યારથી વર્ષમાં બે વખત બાળકનું આઈચેકઅપ થવું જરૂરી છે. જેનાથી બાળકને સમયસર ચશ્મા આપી શકાય અને બાળકનું ભણવાનું બગડે નહિ. આ સિવાય ખાવામાં જંક ફૂડની માત્રા લિમિટેડ અને રાયણ, ફાલસા, કેરી, પપૈયું જેવા સિઝનલ કલર્ડ ફ્રૂટ્સ, લીલા શાકભાજી અને દૂધનો સમતોલ આહાર લેવો જોઈએ.
Que : 16 શું ગાજર ખાવાથી ચશ્માંના નંબર ઉતરી જાય છે?
Ans : 16 ગાજરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. ચોખ્ખી નજર માટે વિટામિન A ખુબ જરૂરી છે. પરંતુ તેની જરૂરિયાત ઓછી માત્રામાં છે, ઉપરાંત આપણા રોજિંદા ખોરાકમાં વિટામિન A પૂરતી માત્રામાં મળી રહે છે. વધુ પડતી માત્રામાં વિટામિન A લેવાર્થી કોઈ વધારાનો ફાયદો થતો નથી. ગાજર ખાવાથી વિટામિન A મળે અને તેનાથી નજર ચોક્કસપણે ચોખ્ખી રહે છે. પરંતુ તેનાથી ચશ્માંના નંબર જતાં રહે તે માન્યતા તદ્દન ખોટી છે.
Que : 17 શું ખોટા ચશ્માં પહેરવાથી આંખને નુકસાન થાય છે?
Ans : 17 ખોટા ચશ્માં પહેરવાથી આંખને કોઈ કાયમી નુકસાન થતું નથી. પરંતુ જોવામાં તાણ અનુભવાય છે, પાણી પડે છે અને ઝાંખું દેખાય છે. જેથી રોજિંદા કામમાં અગવડ પડે છે. આ કારણે ખોટા ચશ્માં લાંબા સમય સુધી ન પહેરવા જોઈએ. તેને બદલે ડોક્ટર પાસે તપાસ કરાવીને સાચા નંબર જાણીને તે નંબરના ચશ્માં વહેલી તકે પહેરવાનું ચાલુ કરવું જોઈએ. પરંતુ ખોટા ચશ્માં પહેરવાથી આંખને કોઈ કાયમી નુકસાન થતું નથી.
Que : 18 શું એક વખત જો ચશ્મા પહેરીએ તો ચશ્માની આદત પડી જાય?
Ans : 18 જો નંબર હોય તો ચશ્મા પહેરવાથી દ્રષ્ટિની ખામી સુધરે છે. ચશ્મા ના પહેરવાથી આંખનાં સ્નાયુઓને તાણ પડે છે, જેના લીધે માથું દુઃખે છે, આંખો ખેંચાય છે અને આંખમાંથી પાણી પડે છે. ચશ્મા પહેરવાથી સ્નાયુઓ પર પડતું આ તાણ ઓછું કરી શકાય છે. ચશ્મા પહેરવાના લીધે દ્રષ્ટિ બગડતી નથી કે આંખના કોઈ રોગો થતાં નથી. અનુરૂપ ચશ્મા પહેરવાથી નજર ચોખ્ખી રહે છે. ચશ્મા એ ચોખ્ખી નજર માટેનો અવિભાજિત ભાગ છે. એના વગર ચોખ્ખી નજર શક્ય નથી. એટલે જેમને ચશ્માનાં નંબર હોય છે તેમની માટે ચશ્મા પહેરવા એ કુટેવ નથી કે ચશ્માની કોઈ આદત નથી પડી જતી, પરંતુ એ જરૂરિયાત છે.
Que : 19 કોમ્પ્યુટરનો વધુ ઉપયોગ કરવાથી મારા બાળકની આંખોને નુકસાન થઈ શકે છે?
Ans : 19 કોવિડ પછી ઘણા બાળકોમાં સતત બાળકનું નજીકનું વિઝન ડિજિટલ સ્ક્રીન પર હોવાથી, વધુ પડતાં ડિજિટલ ડિવાઈસના વપરાશને લીધે માઇનસ નંબર વધતાં જણાયા છે. અને એક સર્વેક્ષણ પ્રમાણે ૨૦૫૦ સુધીમાં ૫૦% બાળકો માઈનસ નંબરવાળા એટલે કે માયોપિયા વાળા હશે. બને ત્યાં સુધી ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ ટાળવો જોઈએ અને જરૂરી હોય તો મોટી સ્ક્રીનનો ઉપયોગ વધારવો જોઈએ. સતત રીતે લાંબા સમય માટે ડિજિટલ સ્ક્રીન પર જોવાથી આંખને સ્ટ્રેસ પડી શકે છે, આંખો થાકવાની અથવા આંખો સુકાવવાની એટલે કે ડ્રાય આઈસની તકલીફ પડી શકે છે. આ માટે તમારે દર 20 મિનિટે તમારી નજર કમ્પ્યુટર સ્ક્રીનથી હટાવી સ્ક્રીનની આજુ બાજુ અથવા રૂમમાં કે પછી બને એટલું દૂરનું જોવાની આદત પાડવી જોઈએ. જેનાથી તમારી આંખોને આરામ મળશે. આ ઉપરાંત તમારી આંખોને સારી રીતે લ્યુબ્રિકેટેડ રાખવા માટે નિયમિતપણે આંખ પટપટાવી એટલે કે બ્લીંક કરવી જોઈએ અને મોઈશ્વર જાળવવા લ્યુબ્રિકેટિંગ ડ્રોપ્સનો ઉપયોગ પણ કરી શકો
સંપર્ક
અમારી સેવાઓ અને આંખો ના સ્વાસ્થ્ય ની વધુ માહિતી મેળાવવા તેજ આઇ સેન્ટર નો આજે જ +91 7778057500 પર સંપર્ક કરો